ગુજરાત

gujarat

ETV Bharat / state

GTUનો નવમો પદવીદાન સમારોહ યોજાયો, અમિત શાહ રહ્યા હાજર - ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી

ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીનો નવમો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી પદવી એનાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના નેતા સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

ગાંધીનગર
ગાંધીનગર

By

Published : Jan 11, 2020, 10:00 PM IST

Updated : Jan 11, 2020, 11:46 PM IST

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીના નવમા પદવીદાન સમારોહમાં કુલ 61 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

GTUનો નવમો પદવીદાન સમારોહ યોજાયો, અમિત શાહ રહ્યા હાજર

આ સાથે જ અમિત શાહ વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે," આજે જે વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ રહી છે, તે નસીબદાર વિદ્યાર્થીઓ છે. કારણ કે, ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યનું સમગ્ર જીવંત શિક્ષણમાં જ રહ્યું છે અને આવા વ્યક્તિના હસ્તે ડિગ્રી મળે તે ખૂબ મોટી વાત છે."

GTUનો નવમો પદવીદાન સમારોહ યોજાયો

આજે યોજાયેલા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી પદવીદાન સમારોહમાં 61,000 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી. જેમાં 113 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. સાથે જ 39 જેટલા વિદ્યાર્થીઓને ph.Dની ડિગ્રી આપવામાં આવી હતી.

પદવીદાન સમારોહમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા.

Last Updated : Jan 11, 2020, 11:46 PM IST

ABOUT THE AUTHOR

...view details