- GPSCની 6 કેટેગરી પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ
- ઑગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં લેવાની હતી પરીક્ષા
- તૈયારીઓ કરતાં વિદ્યાર્થીઓને હજુ વધુ રાહ જોવી પડશે
ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અગત્યની જાહેરાત કરવામાંં આવી છે. GPSCની પરીક્ષાઓને લઈને આગામી બે મહિનાઓમાં પરીક્ષા લેવાની હતી. જે પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.
આ પણ વાંચ:2019 પરીક્ષાર્થીઓએ ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા આપી
GPSCની ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં લેવાનારી પરીક્ષા મોકૂફ
પ્રધ્યાપક મેડિસિન ઇમર્જન્સી વર્ગ-1, સહ પ્રધ્યાપક મેડિસિન ઇમર્જન્સી વર્ગ-1, પ્રધ્યાપક ફેમિલી મેડિસિન વર્ગ-1, મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1, સહિતની 6 જેટલી પરિક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ 6 પરીક્ષાઓ ઓગસ્ટ મહિનામાં તેમજ સપ્ટેમ્બર મહિનામાં લેવાની હતી. ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે, જેઓ પરીક્ષાની પહેલાથી જ તૈયારીઓ કરતા હતા. જેથી આ વિદ્યાર્થીઓએ હજુ વધુ સમય રાહ જોવી પડી શકે છે. GPSCની પરીક્ષાઓ આ પહેલા પણ ઘણી વાર અલગ-અલગ કારણોસર મોકૂફ રાખવામાં આવી છે. જેના કારણે તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓને રાહ જોવી પડતી હોય છે. જોકે એક રીતે કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીઓ માટે વધુ સમય મળી રહેશે.
આ પણ વાંચો: રાજકોટમાં GPSCની વર્ગ-2 RFOની પરીક્ષામાં 30 ટકા વિદ્યાર્થીઓ જ હાજર
6 કેટેગરીની પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકૂફ રાખવાનો નિર્ણય
જુદી-જુદી કેટેગરીમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2021માં લેવાનારી પરીક્ષા વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવી છે ગુજરાત જાહેર સેવા આયોગ એ અંગે પરિપત્ર પણ જારી કર્યો છે જેમાં જુદી-જુદી 6 કેટેગરીની પરીક્ષાઓનો ઉલ્લેખ પણ પરિપત્રમાં કર્યો હતો.