અમદાવાદ: ગુજરાતમાં જુનીયર કલાર્કની પરીક્ષા 9 એપ્રિલને રવિવારે યોજાવાની છે. જેન લઇને GPSSBના ચેરમેન હસમુખ પટેલએ માહિતી આપી હતી. આ દરમિયાન તેઓએ જણાવ્યું કે તમામ તૈયારીએ પુર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા વહીવટી અધિકારીએ પણ તૈયારી કરી લીધી છે. ઉમદવારોની મુંઝવણ દૂર કરવા માટે GPSSBના ચેરમેન હસમુખ પટેલે તમામ માહિતી આપી હતી.
સીસીટીવી કેમેરા:દરેક શાળા અને વર્ગખંડ માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. દરેક શાળા લોબીમાં સીસીટીવી રાખવામાં આવ્યા છે. આ વખતે ખાસ વાત એ છે કે પરીક્ષામાં બોડી વોર્ન કેમેરા રાખવામાં આવ્યા છે. જેના કારણે ખોટો(ડમી) ઉમેદવાર કોઇ પરીક્ષા આપી ના શકે. બોડી વોર્ન કેમેરાથી ડમી ઉમેદવાર કેન્દ્ર સુધી નહીં પહોંચી શકે. હસમુખ પટેલએ વધુમાં જણાવ્યું કે તંત્રએ ખુબ સારી કામગીરી કરી છે. ઉમેદવારોને સગવડ આપવામાં આવી છે. ઉમેદવાર પાસેથી વધુ ભાડુ ના લેવામાં આવે તે પણ કહી દેવામાં આવ્યું છે. જો વધારે ભાડુ લઇ રહ્યું છે તો તેના માટે પણ હેલ્પલાઇન નંબર પણ બહાર પાડવામાં આવ્યો છે. પરીક્ષાઓને લઇને એસટી વિભાગએ પણ તૈયારી બતાવી છે અને એક્સટ્રા બસો મુકવામાં આવી છે.
સાર્વજનિક સંસ્થા આવી મદદએ:પરીક્ષાને ધ્યાનમાં રાખીને જાહેર જે સંસ્થાઓ છે તે પણ ઉમદેવારોની વ્હારે આવી છે. હસમુખ પટેલે વધુમાં જણાવ્યું કે આ પરીક્ષા માટે વહીવટ તંત્ર અને ગુજરાતના લોકો પ્રસંગ સમજીને પોતાનો અવસર સમજીને અને આ પરીક્ષામાં સાથ આપે અને ઉમેદવારને કોઇ તકલીફ ના પડે તે માટે તૈયારી થઇ છે. દરેક સંસ્થાઓ અને દરેક પાર્ટીઓ પણ ઉમેદવારોનું ધ્યાન રાખી રહી છે જેને લઇને કંઇકને કઇ મદદ કરી રહી છે.
આ પણ વાંચો Junior clerk Exam Paper leak: જૂનિયર કલાર્ક પેપર લિક મામલે જય વસાવડાએ આપ્યું નિવેદન
બોડી વોર્ન કેમેરાઃબોડી વોર્ન કેમેરા વિશે હસમુખ પટેલે જણાવ્યું હતું કે ઉમેદવાર પરીક્ષાખંડમાં પ્રવેશ કરશે એટલે તેની વીડિયોગ્રાફી લેવાઇ જશે. પોલીસ સાથે મિંટીગમાં નક્કી કરવામાં આવ્યું છે બાદ નિર્ણય કરવામાં આવ્યો છે. કોઇ ખોટી વસ્તુ લાવ્યા હશે કે ખોટો ઉમેદવાર હશે તો તે પકડાઇ જશે. જો કોઇ ઉમદેવાર આમાં પકડાઇ છે તો તેના માટે કાયદાઓ છે તે સજા આપવામાં આવશે. જિલ્લા અધિકારી, કલેકટર, રેન્જવડા એસપી આ લોકો સામેથી ફોન કરીને પુછતા હોય છે. અમારી નજરમાં ના હોય એ તેમની નજરમાં હોય છે. અમને ભરપુર સાથ આપી રહ્યા છે.
પરીક્ષા ગેરરીતિમાં પકડાયા તે પરીક્ષા આપી શકશે: આ પહેલા લેવાયેલી પરીક્ષામાં 30 ઉમેદવારની ધરપકડ કરવામાં આવી હતી. જેને લઇને હસમુખ પટેલે કહ્યું કે તેઓ પરીક્ષા આપી શકશે. જો એ પરીક્ષા આપે તો તેને આપવામાં દેવામાં આવશે. પરંતુ તેમની સજા બરકરાર રહેશે. ગઇ પરીક્ષામાં તેમણે ગેરરીતી કરી જેના કારણે તેમની આગલી કાર્યવાહી તો થશે જ. 3000 હજારથી વધારે કેન્દ્રો છે. 32,000થી વધારે ઓરડા અને 32 જિલ્લાની અંદર પરીક્ષા લેવાશે
500થી વધારે ફલાઇંગ સ્કોડ:હસમુખ પટેલે માહિતી આપતા જણાવ્યું કે આ પરીક્ષા દરમિયાન 500થી વધારે ફલાઇંગ સ્કવૉડ રાખવામાં આવી છે. દરેક વર્ગખંડમાં વર્ગ નિરક્ષક, સુપવાઇઝર, કેન્દ્ર સંચાલક છે. 9 એપ્રિલને રવિવારે 11:45 પરીક્ષા છે. પરંતુ 30 મિનિટ પહેલા ઉમેદવારોએ આવી જવાનું રહેશે. છેલ્લી ધડીએ પહોંચીને કોઇ લાભ ના લઇ શકે જેના કારણે 30 મિનિટ વહેલા એન્ટ્રી કરવામાં આવશે. જો ઉમેદવાર સમયની બહાર આવશે તો બેસવા નહી દેવામાં આવે. દરેક પરીક્ષાર્થીને રૂપિયા 254 ટ્રાવેલ્સ એલાઉન્સ મળવા પાત્ર છે ટ્રાવેલના પૈસા માટે આવતીકાલ સવાર સુધી કોલ લેટર મળી શકશે. અને એ ટ્રાવેલના પૈસા માટે તેનું ફોર્મ ભરાશે. જે બાદ ઉમેદવારોને એ પૈસા મળી જશે.
જમવાની વ્યવસ્થા આમ આદમી પાર્ટી કરશે:આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહ-પ્રભારી ગોપાલભાઈ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આ વખતની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં વિદ્યાર્થીઓને જિલ્લા ફેર કરવામાં આવ્યા છે. બની શકે છે કે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને ઉત્તર ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીને દક્ષિણ ગુજરાતમાં પરીક્ષા આપવા જવું પડી શકે છે. 200- 300 કિલોમીટરના અંતર કાપીને વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર જશે. જેથી વિદ્યાર્થીઓને નવા શહેરમાં પહોંચતા રોકાણ કરવા ચા નાસ્તો કે જમવાની તમામ વ્યવસ્થાઓ આમ આદમી પાર્ટી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અલગઅલગ જિલ્લાઓમાં અલગઅલગ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પણ નિમણૂક કરવામાં આવી છે. આ કાર્યકરો પરીક્ષાના ઉમેદવારોને ચા નાસ્તો, પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાની તમામ સગવડ પૂરી પાડશે.
હેલ્પલાઈન નંબર જાહેર કરાયા:ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો તે કેન્દ્રને શોધવા માટે જિલ્લા કક્ષાના હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ જિલ્લા હેલ્પલાઇન નંબર 079 25508141 જ્યારે ગાંધીનગર જિલ્લા હેલ્પલાઇન નંબર 079 23256977 જાહેર કરવામાં આવ્યો છે.
6,000 બસોનું આયોજન:ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ અલગ અલગ કેન્દ્ર પર યોજાવા જય રહી છે. જેને લઇને ગુજરાત એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે 6,000 થી પણ વધુ બસ દોડાવવાની નક્કી કર્યું છે.
વધારાનું ભાડુ નહી વસુલાય:અમદાવાદ એસટી નિગમના સચિવ કે.ડી.દેસાઈ ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે આગામી 9 એપ્રિલ 2023ના રોજ ગુજરાત સરકારના પંચાયત પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને ગુજરાત એસટી વિભાગ દ્વારા વધારાની બસોનું સંચાલન કરવાનો નિર્ણય કર્યો છે. પંચાયત પસંદગી મંડળ દ્વારા આ વખતે પરીક્ષા કેન્દ્ર જિલ્લા ફેરબદલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લાના તાલુકા ક્ષેત્રે પણ કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. જેના પગલે એસટી વિભાગે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કર્યો છે. જોકે એસટી વિભાગ કોઈપણ મેળા કે અન્ય વર્ધીમાં સ્પેશિયલ બસનું સંચાલન કરવામાં આવે છે. ત્યારે રેગ્યુલર ભાડા કરતા વધારે ભાડું લેવામાં આવતું હોય છે. પરંતુ વિદ્યાર્થીઓને હિતમાં લઈને એસટી વિભાગ દ્વારા કોઈપણ પ્રકારે વધારે ભાડું નહીં લેવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
રાજકોટમાં 25 એકસ્ટ્રા બસો:રાજકોટ એસટી ડેપોના મેનેજર એમવી ઠુંમરે Etv ભારત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ એસટી વિભાગ દ્વારા 25 જેટલી એક્સ્ટ્રા બસો હાલ પૂરતી જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે મૂકવામાં આવી છે. જ્યારે એમાં જરૂર જણાશે તો ટ્રાફિકને જોઈને આગામી દિવસોમાં બસોમાં વધારો કરવામાં આવશે. આ સાથે હેડ ક્લાર્કના પરીક્ષાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી જાય તે પ્રકારનું પણ ધ્યાન રાખવામાં આવશે.
વડોદરામાં વધુ 100 બસ મુકાશે:ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના વિભાગે નિયામક સંજય જોષીએ જણાવ્યું હતું કે આવનાર 9 તારીખના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજીત ગત પરીક્ષામાં 30 હજાર ઉપરાંતના પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે આવ્યા હતા. જેના પરિપેક્ષમાં વડોદરા સીબીએસથી સાથે છોટાઉદેપુર અને તમામ વિભાગના ડેપો પરથી બસોનું આયોજન કરવામાં આવ્યું છે. મોટા ભાગના પરિક્ષાર્થીઓ સુરત અને અમદાવાદ તરફથી આવતા હોય છે. 427 જેટલી બસો સુરત તરફ જાય છે. આ સાથે અમદાવાદ તરફ પણ 400 થી વધુ રોજબરોજ જાય છે. રોજની રુટિંગ ટ્રીપ હાલમાં 1000 હજાર જેટલી બસોનું આયોજન તો હોય છે. પરંતુ વધારાની 100 જેટલી બસો મુકવામાં આવશે. અને જ્યાં જરૂરિયાત હશે ત્યાં વધારાની બસો દોડાવામાં આવશે.