ગાંધીનગર: રાજ્ય સરકારે એપ્રેન્ટીસને મફત એસટી પાસ આપવાની મહત્વની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2023 24 માં બજેટમાં રાજ્ય સરકારે જોગવાઈ કરી હતી. ત્યારે તેનું અમલીકરણ પણ શરૂ કરાવ્યું છે. રાજ્યમાં ઉદ્યોગોને સારા કર્મચારી પ્રાપ્ત થાય અને એપ્રેન્ટિસ તાલીમ યોજનાનો લાભ લઈને રાજ્યના ઔદ્યોગિક એકમોને કુશળ કારિગરો પુરા પાડવા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. અમલીકરણ
Gandhinagar News: સરકાર એપ્રેન્ટીસને મફત એસ.ટી.પાસ આપશે, 30 કિલોમીટર દૂર જતા હશે તેઓને મળશે સુવિધાઓ
સરકાર એપ્રેન્ટીસને મફત એસ.ટી.પાસ આપશે તેવી રાજ્ય સરકારે જાહેરાત કરી છે. 30 કિલોમીટર દૂર જતા હશે તેને આ સુવિધા મળશે. સરકારે 3552 લાખ જોગવાઈ અનુસરી છે. નાણાકીય વર્ષ 2023 24 માં બજેટમાં રાજ્ય સરકારે આ જોગવાઈ કરી હતી.
Published : Sep 2, 2023, 8:19 AM IST
|Updated : Sep 2, 2023, 4:05 PM IST
કોને મળશે લાભ ?: રાજ્ય સરકારના કૌશલ્ય વિભાગ અને રોજગાર વિભાગ દ્વારા આ બાબતે ખાસ પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે 20000 જેટલા અપડાઉન કરતા એપ્રેન્ટિસને આ લાભ પ્રાપ્ત થશે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા એપ્રેન્ટિસને દૂરના સ્થળે આવેલા 30 કિલોમીટરથી દૂરના એકમોમાં એપ્રેન્ટીસ તાલીમ અર્થે આવવા જવા માટે આ લાભ પ્રાપ્ત થશે. જ્યારે આ યોજના નિયામક રોજગાર અને તાલીમ કચેરીના નિયંત્રણ હેઠળ આવતી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગ્રાન્ટ ઈન એડ સંસ્થા તથા સેલ્ફ ફાઈનાન્સ સંસ્થાઓમાં લાંબાગાળા તેમજ ટૂંકા ગાળાના વ્યવસાયોમાં તાલીમ મેળવતા તાલીમાર્થીઓને GSRTC બસ પાસ સુવિધા આપવામાં આવશે.
સરકારી લાભ નહીં: રાજ્ય સરકાર રોજગાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે, કે 30 km થી દૂર આવેલા એકમમાં એમપીથ્રી તરીકે જોડાવાનું પસંદ કરતા હોય તેઓને જ પ્રથમ તબક્કે એસટી પાસની સુવિધા આપવા માટેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યમાં એમપ્લેટિસ એપ્રેન્ટીસની પ્રતીકતા મોટા એકમોમાં જોડાયેલા એપ્રેન્ટિસને એકમ તરફથી વાહન વ્યવહારની સુવિધા તેમજ રહેઠાણની સુવિધા આપવામાં આવતી હોય તો તેવા ઉમેદવારોનો આ યોજનામાં સમાવેશ થઈ શકશે નહીં. ઉપરાંત પાસ કાઢવા માટે જે તે જિલ્લાના એસટીની ઓફિસ કચેરી દ્વારા જ કામગીરી કરવામાં આવશે. જ્યારે આ સમગ્ર સિસ્ટમમાં કોઈ ગેરલાભ ન લઈ જાય તે માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.