ગાંધીનગર:ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થાય ત્યારે પ્રધાનો વિદ્યાર્થીઓનો શુભેચ્છાઓ પાઠવવા માટે શાળાએ પહોંચતા હોય છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રદાન ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પત્ર લખીને શુભેચ્છાઓ પાઠવે છે. આ બાબતે સરકારે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોવાનું ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે.
ઇમરાન ખેડાવાળાએ કર્યો હતો પ્રશ્ન:કોંગ્રેસના જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ધોરણ 10 અને બાદના પરીક્ષા હતી અને રાજ્ય સરકાર તરફથી પાઠવવામાં આવતા શુભેચ્છા પત્ર બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે લેખિતમાં આજે જણાવ્યું હતું કે માર્ચ 2022 ની પરીક્ષાથી સરકાર દ્વારા શુભેચ્છા પત્ર લખવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ગત વર્ષે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા 15 લાખ અને રાજ્ય શિક્ષણ પ્રધાન દ્વારા 15 લાખ પત્ર વિદ્યાર્થીઓને શુભેચ્છા માટે લખવામાં આવ્યા છે.
આ પણ વાંચોBogus PSI : બોગસ PSIની ટ્રેનિંગ મામલે ગૃહમાં હોબાળો, કોંગ્રેસ-'આપ'ના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ