ગુજરાત

gujarat

ETV Bharat / state

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં સરકારે 4 કરોડ અને કોર્પોરેશને 8 કરોડ ખર્ચ્યા : વિજય રૂપાણી

અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ બાબતે કોંગ્રેસ દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેને લઈને આજે વિધાનસભાગૃહમાં રાજ્યપાલના પ્રવચન બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સભા ગૃહમાં કોંગ્રેસના તમામ આક્ષેપ પર જવાબ આપ્યા હતા. જ્યારે દિલ્હી કોંગ્રેસ દ્વારા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ મુદ્દે 100 કરોડ ખર્ચ્યા હોવાનું આક્ષેપ કર્યો હતો. જેમાં સીએમ રૂપાણીએ ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 4 કરોડ અને અમદાવાદ કોર્પોરેશન દ્વારા 8 કરોડનો ખર્ચ કર્યો હોવાનું જણાવ્યું હતું.

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં સરકારે 4 કરોડ અને કોર્પોરેશને 8 કરોડ ખર્ચ્યા : વિજય રૂપાણી
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં સરકારે 4 કરોડ અને કોર્પોરેશને 8 કરોડ ખર્ચ્યા : વિજય રૂપાણી

By

Published : Feb 28, 2020, 5:43 PM IST

ગાંધીનગર : વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ દ્વારા જેટલા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા તેના જવાબમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અલગ અલગ વિભાગની કામગીરીની વિગતો આપી હતી. જ્યારે પોતાના પ્રવચન દરમિયાન વિધાનસભાગૃહમાં કોંગ્રેસને પણ આડે હાથે લેવાની તક વિજય રૂપાણી ચૂક્યા ન હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગાંધી અને નરેન્દ્ર મોદીના પદ ઉપર ચાલવા વાળી સરકાર છે. અમે વાસ્તવમાં સુરાજ્ય બને તે દિશામાં આગળ વધી રહ્યા છે. જેના કારણે સામાન્ય નાગરિકને પણ એવો અહેસાસ થાય છે કે હું સરકાર છું અને લોકોને લાગે છે કે આ મારી જ સરકાર છે.

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં સરકારે 4 કરોડ અને કોર્પોરેશને 8 કરોડ ખર્ચ્યા : વિજય રૂપાણી
ઉપરાંત મારી સરકારે એલ.આર.ડી. મુદ્દે હજુ વચ્ચેનો રસ્તો કાઢી રહ્યા છે. આ અમારો ધર્મ છે. જેમાં શિક્ષણ વિભાગના બાળકોની હાજરી અને શિક્ષકોની હાજરી ઓનલાઇન જોવામાં આવી રહી છે. જેમાં 85 ટકા હાજરી જોવા મળી રહી છે રાજ્ય સરકાર યોગ્ય વ્યવસ્થાનું કામ કરે છે. આ ઉપરાંત ટીપી સ્કીમમાં બધાને ખબર છે વર્ષોથી પાસ થતી નથી, પરંતુ મારી સરકાર આવતાં જ એક વર્ષમાં સૌથી વધુ ટીપી સ્કીમ પાસ કરી છે. આમ, રાજ્ય સરકારના તમામ વિભાગો બાબતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું.ઉપરાંત વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના પ્રવચન મુદ્દે ચર્ચાઓ થઈ રહી હતી, ત્યારે ભાજપના અભેસિંહ તડવીના પ્રવચન બાદ કોંગ્રેસના ગુલાબ સિંહ રાજપૂતે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે સરકારના આટલા વખાણ ન કરો તમે પ્રધાન નહીં બની શકો. જો પ્રધાન બનવામાં તમારું નામ વેઇટિંગ લિસ્ટમાં હશે તોપણ પ્રધાન નહીં બની શકો. જેના મુદ્દે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે તમે તો મંત્રીમંડળ વચ્ચે રાખ્યું તેના જવાબમાં રાજપૂતે કહ્યું કે મંત્રીમંડળ સમગ્ર આઉટસોર્સિંગથી જ ચાલે છે.

આ જવાબમાં પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેે ભાજપમાં હોય તે આવી જાય, ત્યારે ગુલાબ સિંહ રાજપૂતે જવાબ આપ્યો હતો કે મને કોંગ્રેસે બહુ આપ્યું છે તમે લોકો નહીં આપી શકો. આ સમગ્ર ઘટના બાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં લોકોને ભાજપ પક્ષ ગમે છે. ભાજપ પક્ષ એક આકર્ષણ બન્યું છે. જેથી લોકો ભાજપમાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વિધાનસભા ગૃહ દરમિયાન કોંગ્રેસ દ્વારા અનેક આક્ષેપ કરવામાં આવ્યા હતા, પરંતુ વિધાનસભા ગૃહના નેતા વિજય રૂપાણીએ તમામ આક્ષેપ પર જવાબ આપ્યા હતા. ઉપરાંત વિધાનસભા ગૃહમાં વિજય રૂપાણી જ્યારે નિવેદન આપી રહ્યા હતા, ત્યારે વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તથા અધિકારીઓ પ્રેક્ષકના સ્વરૂપમાં જોવા મળ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details