ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારે કમોસમી વરસાદની સહાય ચૂકવી, 3 દિવસમાં કુલ 6.36 ખેડૂતોને રૂપિયા 467 કરોડ ચૂકવ્યા

ગાંધીનગર: ગુજરાત રાજયમાં આ વર્ષે લાંબા સમય સુધી સમગ્ર રાજયમાં છેલ્લા દાયકાઓમાં ન થયો હોય તેવો વરસાદ થયો છે. આ વરસાદને કારણે રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ખેતીને ફાયદો પણ થયો છે અને કેટલાક વિસ્તારોમાં પાકને નુકસાન પણ થયું છે. આમ મોસમી વરસાદને ધ્યાને લઈ રાજ્ય સરકારે કુલ રૂપિયા 3795 કરોડની માતબર રકમનું રાહત પેકેજ મંજૂર કર્યુ હતું.

etv bharat
સરકારે કમોસમી વરસાદની સહાય ચૂકવી, 3 દિવસમાં કુલ 6.36 ખેડૂતોને 467 કરોડ ચૂકવ્યા

By

Published : Dec 27, 2019, 5:40 PM IST

છેલ્લા 3 દિવસમાં રાજ્ય સરકારે કુલ 6.36 લાખ ખેડૂતોને રૂપિયા 468 કરોડની સહાય ચુકવી હતી. સરકારે જાહેર કરેલી સહાય બાબતે કૃષિ વિભાગના અગ્ર સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું હતું કે, કમોસમી વરસાદમાં સરકારે જાહેર કરેલ સહાય પેકેજમાં ખેડૂતોને સહાયની રકમ ચૂકવવાની શરૂ કરવામાં આવી છે. 25 ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રકમ ચૂકવવાની શરૂ કરવામાં આવી હતી, જેમાં સરકારે 3 દિવસની અંદર કુલ 6.36 લાખ ખેડૂતોને સહાય ચૂકવાઈ હતી.

સરકારે કમોસમી વરસાદની સહાય ચૂકવી, 3 દિવસમાં કુલ 6.36 ખેડૂતોને રૂપિયા 467 કરોડ ચૂકવ્યા

રાજ્ય સરકારે કમોસમી વરસાદને કારણે 3795 કરોડની સહાયની જાહેરાત કરી હતી, જેમાં હવે ખેડૂતોને હવે ઓનલાઈન ટેકનોલોજી મારફતે સીધા બેન્ક એકાઉન્ટમાં સહાય જમા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું તે લોકો માટે રાજ્ય સરકારે 31મી સમય સુધી રજિસ્ટ્રેશન કરાવવાની મુદત આપવામાં આવી હતી, ત્યારે હજુ પણ ગણતરીના દિવસો બાકી છે. ત્યાં સુધી ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકશે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 26.25 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું,જેમાંથી 6.36 લાખથી વધુ ખેડૂતોને 467 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી.જ્યારે બાકીના ખેડૂતોને 10 જાન્યુઆરી સુધીમાં તમામ સહાયની ચુકવણી કરી દેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details