ગાંધીનગર : " ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશન ” ની થીમને પ્રોત્સાહન આપવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલvr રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય જાહેર થયો છે. રાજ્યમાં ઉત્પાદિત ખાદી અને પોલીવસ્ત્રના ઉત્પાદનની કિંમત ઉપર ખાદીની માન્ય સંસ્થાઓ, મંડળીઓને ખાસ 20 ટકા બજાર પ્રોત્સાહન સહાય અપાશે. ખાદી અને ગ્રામોદ્યોગ રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ બીજી ઑકટોબરથી 31 ડિસેમ્બર સુધી આ લાભ મળશે.
મહત્વપૂર્ણ નિર્ણય: ગુજરાત સરકાર દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા ખાદી માટે માન્ય સંસ્થા, મંડળી, કાંતનાર કે વણનાર કારીગરો દ્વારા રાજ્યમાં ઉત્પાદિત થતી ખાદી અને પોલીવસ્ત્રના ઉત્પાદનની કિંમત ઉપર 20 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવામાં આવશે. ખાદીની માન્ય સંસ્થા અને મંડળીઓને આ સહાય 2 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર 2023ના સમયગાળા માટે આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ પહેલ ‘ ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશન ’ની થીમને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પરિણામે ધાર્મિક તહેવારો, જાહેર તેમજ સામાજિક પ્રસંગોમાં લોકોને ખાદીની ખરીદી માટે પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત સંસ્થા, મંડળીઓ દ્વારા ગુજરાતમાં ઉત્પાદિત ખાદી અને પોલીવસ્ત્રની વસ્તુઓ ખરીદવા લોકો આકર્ષિત થશે અને ખાદી, પોલીવસ્ત્રનું વેચાણ વધશે...જગદીશ વિશ્વકર્મા (ખાદી અને ગ્રામોદ્યોગ રાજ્યપ્રધાન)
વેચાણ વધારવા પ્રયાસ:તેમણે ઉમેર્યું હતું કે ખાદીના ઉત્પાદન તથા વેચાણનો વ્યાપ વધે તે માટે હરહંમેશ તત્પરતા દાખવવામાં આવી છે. ગાંધી જયંતી નિમિત્તે કાર્યકરો સાથે ખાદી ભવનમાં રૂબરૂ જઈ ખાદી ખરીદીને લોકોનો ખાદી ખરીદવા ઉત્સાહ પણ વધાર્યો છે. રાજ્યમાં ખાદીનું વેચાણ વધવાથી ગુજરાતની KVICનું પ્રમાણપત્ર ધરાવતી લગભગ 230 જેટલી માન્ય ખાદી સંસ્થા/મંડળીઓના ખાદી અને પોલીવસ્ત્રના ઉત્પાદનની કામગીરી સાથે સંકળાયેલ અંતરીયાળ વિસ્તારના અંદાજે 13500 જેટલા કાંતનાર અને વણનાર કારીગરોને સતત રોજગારી મળતી રહેશે. રાજ્ય સરકાર દ્વારા દૂરંદેશી અને નેક હેતુથી આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
નાગરિકોને ખાદી ખરીદીની અપીલ:વિશ્વકર્માએ ઉમેર્યું કે આ સહાય જાહેર થવાથી ગુજરાત રાજ્યની ખાદી અને પોલીવસ્ત્રના ઉત્પાદનની કામગીરી સાથે સંકળાયેલ સંસ્થા/મંડળીઓના કારીગરો દ્વારા ઉત્પાદિત થતી આસન, શેતરંજી, રેશમ પટોળા, ઉની સ્વેટર, જર્સી, શાલ તેમજ ખાદીના વિવિધ રેડીમેઈડ ગારમેન્ટ વગેરે ચીજવસ્તુઓના વેચાણમાં વધારો થશે. આ ગાંધી નિમિત્તે નાગરિકો ખાદીની ચીજવસ્તુઓની ખરીદી કરી ખાદીની કામગીરી સાથે સંકળાયેલ કારીગરોને રોજગારી આપવામાં સહભાગી થાય તે માટે અનુરોધ કરાયો હતો.
પ્રદર્શન સહ વેચાણ મેળાનું આયોજન: ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ખાદી બોર્ડ મારફતે સમગ્ર વર્ષ દરમ્યાન પ્રદર્શન સહ વેચાણ મેળા યોજીને ખાદીના વેચાણને પ્રોત્સાહન આપવામાં આવે છે. હાલમાં ગાંધી જયંતિ નિમિત્તે પણ 2 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન સુરત ખાતે પ્રદર્શન સહ વેચાણ મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
- Election of APMC : એપીએમસીની ચૂંટણી ઈવીએમથી કરવા સહિત સહકારી ક્ષેત્રમાં સુધારાઓને લઇ જગદીશ વિશ્વકર્માની મહત્ત્વની વાત
- Navsari News : ખાદી અને ગ્રામ ઉદ્યોગના હેતુસર 74માં ગાંધી મેળાનું આયોજન
- Bhavnagar Khadi Industry: 'ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશન' ભૂતકાળ બને તો નવાઈ નહીં, વેપારીઓએ કેમ આવું કહ્યું, જુઓ