આચાર્ય દેવવ્રતને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસસે રાજભવન ખાતે શપથ લેવડાવ્યા હતા. આ સમયે રાજ્યના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલી હાજર રહ્યા હતા. શપથ વિધિ દરમિયાન રાજભવન ખાતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, વિધાનસભા ગૃહમાં અદયક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિત રાજ્યના તમામ પ્રધાનો હાજર રહ્યા હતા.
રાજ્યના પચ્ચીસમાં રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતે લીધા શપથ - gandhinahar
ગાંધીનગર: રાજ્યના નવા નિયુક્ત કરવામાં આવેલા રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ રાજભવન ખાતે રાજ્યપાલ તરીકેના શપથ લીધા હતા. ગુજરાતના રાજ્યપાલ પદે નવા નિયુકત કરાયેલા માનનીય રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતએ સંસ્કૃતમાં શપથ ગ્રહણ કર્યા હતા. શપથ સમારોહમાં રૂપાણી સરકારનું મંત્રી મંડળ હાજર રહ્યું હતું. શપથવિધિ બાદ રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અમદાવાદ ખાતે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.
ગુજરાતના 25માં રાજ્યપાલ તરીકે દેવવ્રત આચાર્ય સંસ્કૃતમાં શપથ લીધા
શપથવિધિ પહેલા રાજ્યના મુખ્ય સચિવ ડો. જે. એન સિંહે રાષ્ટ્રપતિ દ્વારા જાહર કરાયેલા રાજ્યપાલ નિમણૂંક પત્રનું વાંચન તેમજ શપથ વિધિનું સંચાલન કર્યું હતું. નવનિયુક્ત કરવામાં આવેલા રાજ્યપાલ દેવ વ્રત આચાર્ય આર્ય સમાજના પ્રચારક છે. આચાર્ય હિમાચલના રાજ્યપાલ સાથે હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીના ચાન્સેલર પણ રહી ચૂક્યા છે. તેઓ પ્રમાણિકતા અને ડિસપ્લીન માટે જાણીતા છે.