65 લાખ પરિવારોને 1 હજાર રૂપિયા રોકડ સહાય તેમના ખાતામાં સરકાર આપશે - કોરોના
કોરોના વાઇરસને લઈને સમગ્ર રાજ્યમાં કહેર છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા અસંગઠિત કામદારો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં નિયમિત મળતી કોર કમિટીની બેઠકમાં રાજ્યના 65 લાખ જેટલા ગરીબ શ્રમજીવી અસંગઠિત કામદારો બાંધકામ શ્રમિકો માટે આર્થિક સહાયનું રૂપિયા 650 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
65 લાખ પરિવારોને 1 હજાર રૂપિયા રોકડ સહાય તેમના ખાતામાં સરકાર આપશે
ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જાહેર કર્યું હતું કે, આજથી રાજ્યના ગરીબ શ્રમજીવી અસંગઠિત કામદારો બાંધકામ શ્રમિકો એવા 65 લાખ પરિવારોને વિના મૂલ્યે અનાજનું વિતરણ શરૂ થયું છે. આજે એક જ દિવસમાં અંદાજે 10 લાખથી વધુ લોકોને અનાજ મળી પણ ગયું છે. જ્યારે રાજ્ય સરકારે કોરોનાની સ્થિતીમાં આર્થિક સહાય રૂપ થવા આવા 65 લાખ પરિવારોને 1 હજાર રૂપિયા રોકડ સહાય તેમના ખાતામાં સરકાર આપશે તેવો મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે.
Last Updated : Apr 2, 2020, 2:35 PM IST