ગાંધીનગર :ગુજરાત રાજ્યમાં જે રીતે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને સંક્રમણ પણ (Corona cases in Gujarat ) સતત વધી રહ્યું છે, તેને ધ્યાનમાં લઈને 10 જાન્યુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2022 ઈવેન્ટને( Gujarat Global Vibrant Summit 2022 )રદ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે પણ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જાહેર જનતાના હિતને ધ્યાનમાં લઈને અનેજાહેર જનતાના આરોગ્યની ચિંતા કરીને આ વાઇબ્રન્ટ સમિટ રદ કરી છે.
શુ કહ્યું ઋષિકેશ પટેલે
રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ (Vibrant Summit Postponed)રાખવાનું જાહેર કર્યું છે. એ ખુબ જ સરાહનીય પગલું છે જેના થકી આવતા સમયની અંદર હાલ પરિસ્થિતિમાં જે કોરોના કેસ વધી રહ્યા છે એ સંદર્ભે સરકાર અને સરકારનું ધ્યાન પણ સતત કોરોના તરફ હતું પરંતુ આ એક જ પગલાંથી આખા ગુજરાતની તમામ જનતામાં ખૂબ મોટો મેસેજ જવાનો છે. સરકાર આટલી મોટી ઇવેન્ટપણ પ્રજાના હિત માટે અને પ્રજાના આરોગ્ય માટે રદ કરી શકતી હોય તો પ્રજાએ પણ પોતે પોતાના ત્યાં લગ્નના મેળા, સામાજિક અથવા તો ધાર્મિક કાર્યક્રમો કે જ્યાં ભીળ ભેગી થાય એવી જગ્યાએ પોતાની જાતને પરિવારને બચાવવા માટે સરકારની પડખે ઉભા રહીને આવા બધા કાર્યક્રમો રદ્દ કરવા જોઇએ જેથી કરી આવતા સમયમાં આપણે કોરોના સંક્રમણ નિયંત્રણમાં રાખી શકીએ.
7 તારીખે નવા નિયંત્રણ લાગી શકે છે