ગુજરાત

gujarat

ETV Bharat / state

આંગણવાડી બહેનો માટે ખુશખબર: સરકાર વ્હારે આવી, વેતનમાં કર્યો વધારો

રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી આંગણવાડીમાં કામ કરતી બહેનો દ્વારા પગાર વધારાની માગ કરવામાં આવતી હતી, પરંતુ રાજ્ય સરકાર પગાર વધારો સાંભળતી નથી. પરંતુ જ્યારે શુક્રવારના રોજ અચાનક જ વિધાનસભાગૃહમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ આંગણવાડીના બહેનોનો પગાર વધારો કરવાની જાહેરાત કરી હતી.

સરકાર આવી આંગણવાડી બહેનોના વ્હારે, વેતનમાં કર્યો વધારો
સરકાર આવી આંગણવાડી બહેનોના વ્હારે, વેતનમાં કર્યો વધારો

By

Published : Mar 6, 2020, 2:39 PM IST

ગાંધીનગર: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન વિધાનસભાના નિયમ હેઠળ ખાસ જાહેરાત કરી હતી કે, ગુજરાતની 53,000 આંગણવાડીમાં કામ કરતા બેનના માનદ વેતનમાં સરકાર વધારો કરે તે નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યની 1800 જેટલી મિની આંગણવાડી બહેનોના વેતનમાં 300 રૂપિયાનો વધારો કરવામાં આવશે જ્યારે પહેલા બહેનોને 4100 વેતન મળતું હતું, પરંતુ હવે રાજ્ય સરકારે 300 રૂપિયાનો વધારો કર્યા બાદ હવે તેઓને 4400 વેતન આપવામાં આવશે.

સરકાર આવી આંગણવાડી બહેનોના વ્હારે, વેતનમાં કર્યો વધારો
જ્યારે રાજ્યમાં મોટા આંગણવાડી બહેનોના વેતનમાં 600 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, અત્યાર સુધીમાં આ બહેનોને 7202 મળતું હતું, પરંતુ હવે વધારા સાથેનો વેદાંત 7800 મળવાને પ્રાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે વેધરની જાહેરાત તો કરી દીધી, પરંતુ આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર 55 કરોડનો વધારાનો બોજો પડશે.આમ વિધાનસભામાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આંગણવાડીની બહેનો પગાર વધારાની મહત્વની જાહેરાત કરી હતી. જ્યારે છેલ્લા કેટલાય સમયથી આંગણવાડીમાં પગાર વધારવા માટેની રજૂઆત આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવતી હતી. પરંતુ આજે નિર્ણય થતા આંગણવાડીની બહેનો પણ રાજી થયા હતા.

ABOUT THE AUTHOR

...view details