નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) દ્વારા આજે ગુજરાતમાં પાણીની પ્રવર્તમાન સ્થિતિને લઈને રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં NCPના ધારાસભ્ય જયંત પટેલ, રેશ્મા પટેલ સહિતના પાર્ટીના આગેવાનો જોડાયા હતા. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, રાજ્યમાં પાણીની સ્થિતિ વિકટ બની ગઈ છે. નર્મદા કેનાલ પર પાણીની ચોરી અટકાવવા માટે પોલીસ ગોઠવવામાં આવી છે, ત્યારે અમે રાજ્યપાલને રજૂઆત કરી છે કે તેઓ સરકાર પર દબાણ લાવે. કેનાલ ઉપર પોલીસ ઉઠાવી લઇને નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે. સરકાર માર્કેટિંગ વાળી છે, પીવાના પાણીને લઇને ડ્રામાબાજી કરે છે. સી પ્લેન ઉતારવા માટે પાણીનો ઉપયોગ કરે છે, પરંતુ નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડી શકતી નથી. અમારા દ્વારા રાજ્યમાં પ્રવાસ કરવામાં આવ્યો છે. જેમાં 60% ટકા ગામડામાં પીવાના વિકટ સ્થિતિ જોવા મળી છે.
સરકારે પાણીનો ઉપયોગ ભ્રષ્ટાચાર કરવા માટે કર્યો છે :શંકરસિંહ વાઘેલા - gujarati news
ગાંધીનગરઃ રાજ્યમાં પાણીની તંગીને લઈને નાગરિકો તોબા પોકારી ગયા છે. પીવાના પાણીના પણ લોકોને ફાંફા પડી રહ્યા છે. ત્યારે હવે NCP દ્વારા સરકાર સામે પાણી બાબતે મોરચો ખોલવામાં આવ્યો છે. આજે શુક્રવારે NCPના રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં રાજ્યના નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તે માટે રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, રાજયપાલને મળીને અમે રજૂઆત કરી છે કે, તેઓ પાણી મુદ્દે સરકાર ઉપર દબાણ લાવે. સરકારે પાણીનો ઉપયોગ માત્ર ભ્રષ્ટાચાર કરવા કર્યો છે.
GUJARAT
સરકારના અનઘડ આયોજનથી રાજ્યની 60 ટકા વસતી આજે પાણી વગર બેહાલ છે. ઘણી જગ્યાએ 7 દિવસે પાણી મળી રહ્યું છે, બનાસકાઠામાં 100 જેટલી ગાય પીવાના પાણી અને ઘાસચારાના અભાવથી મૃત્યુ પામી છે. પાણીની સમસ્યા દૂર કરવા માટે NGOના લોકોને સામેલ કરી TDO અને મામલતદારની અધ્યક્ષતામાં પાણી મુદ્દે નક્કર આયોજન થવું જોઈએ.