મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, રાજ્યની સરકાર કરોડો રૂપિયા ઉદ્યોગપતિઓને સહાય કરી રહી છે. પરંતુ મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓને ચાર માસથી પગાર વિહોણા રાખવામાં આવ્યા છે. રાજ્યના 33 હજાર મધ્યાહન ભોજન કેન્દ્રોમાં 96 હજાર કર્મચારીઓ 47 લાખ સરકારી શાળાના બાળકોને ભોજન પૂરું પાડવાની કામગીરી કરી રહ્યાં છે.
સરકાર મધ્યાહન ભોજન કર્મચારીઓનો 4 મહિનાનો પગાર ચુકવવામાં નિષ્ફળ - gujaratinews
ગાંધીનગર: રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજના હેઠળ પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે. રાજ્યના 33 હજાર મધ્યાહન ભોજન કેન્દ્રોમાં 96 હજાર કર્મચારીઓ કામગીરી સંભાળી રહ્યાં છે. ત્યારે સંચાલક રસોઈયા મદદનીશને 1600 રૂપિયા વેતન આપવામાં આવે છે. પરંતુ મામુલી વેતન પણ સરકાર ચાર મહિનાથી કર્મચારીઓને ચૂકવી શકી નથી.
આ તમામ કર્મચારીઓને એક મહિનામાં દૂધનો ખર્ચ પણ ન નીકળે તેટલો મામૂલી 1600 રૂપિયા વેતન ચૂકવવામાં આવે છે. ત્યારે સરકાર મામુલી વેતન પણ ચાર મહિનાથી ચૂકવી શકી નથી. પગાર વિહોણા કર્મચારીઓ કેવી રીતે પોતાના જીવન નિર્વાહ કરતા હશે તે બાબતો જેને થાય તેને જ સમજાય છેે. સરકારમાં રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
રાજ્યમાં કુપોષણ નિવારવા માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે. ત્યારે કર્મચારીઓ પ્રાથમિક શાળાના બાળકોને પૌષ્ટિક આહાર પૂરો પાડે છે. કેન્દ્ર સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓને પગાર માટેની પુરેપુરી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેમ છતાં રાજ્યની સરકાર પગાર ચુકવી શકી નથી. ત્યારે આગામી 15 જુલાઈ સુધી સરકારને સમય આપવામાં આવ્યો છે. આ બાબતે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ રજૂઆત કરવામાં આવી છે. ગરીબ મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને એકસાથે તેમનું વતન ચૂકવવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.