સરકારી અને અર્ધસરકારી કચેરી બાબતે ગાંધીનગર પોલીસ અધિકારી એમ.જે. સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા 16 સપ્ટેમ્બરથી નવા નિયમોનું પાલન કરવા જણાવ્યું છે. જેને લઈને પાટનગર ગાંધીનગરમાં આવેલ તમામ સરકારી ઓફિસ, અર્ધસરકારી ઓફિસ અને જિલ્લા શહેરી તમામ વિસ્તારમાં પોલીસની ટ્રાફિક ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જેમાં કોઈ પણ કર્મચારીઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જો, કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેના વિરુદ્ધમાં કાયદાની જોગવાઈ મુજબ દંડ વસુલવામાં આવશે. જ્યારે કાયદા પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રાફિક નિયમ ઉલ્લંઘન બદલ સરકારી કર્મચારીઓન પણ દંડાશે - ટ્રાફિક ઝુંબેશ
ગાંધીનગર: કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં નવા ટ્રાફિક નિયમન બિલ 2019ને પસાર કર્યું છે. જેમાં વાહન ચલાવતી વખતે જો નિયમનો ભંગ કરવામાં આવે તો તેના દંડમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ નિયમ સમગ્ર દેશમાં એક સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે. જેમાં હવે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારે જણાવેલ નિયમોમાં 400 જેટલા સુધારા કરીને 16 સપ્ટેમ્બરથી આ નિયમો સમગ્ર રાજ્યમાં લાગુ કરાશે.
etv bharat gandhi
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા નવા દંડની જોગવાઈ 16 સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યમાં અમલ કરવામાં આવશે. મહત્વનું પાટનગર ગાંધીનગરની સરકારી ઓફિસો જેવી કે, સચિવાલય જૂની સચિવાલય, કર્મયોગી ભવન બીજી ઓફિસ તમામ જગ્યાએ પોલીસના ખાસ પોઇન્ટ રાખીને સરકારી કર્મચારીઓ ઉપર પણ ધ્યાન આપવામાં આવશે. જો તેઓએ નિયમ ભંગ કર્યો તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Last Updated : Sep 12, 2019, 12:08 PM IST