ગાંધીનગર: રાજસ્થાન અને પંજાબ સરકાર દ્વારા સરકારી કર્મચારીના હિતમાં જૂનીપેન્શન સ્કીમ (Old Pension Scheme )લાગું કરવામાં આવી છે. ત્યારે 6 મેના રોજ રાષ્ટ્રીય શિક્ષક સંઘ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે જૂની પેન્શન સ્કીમને લઈને વિરોધ સાથે મહાઆંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે રાજ્ય સરકારના 7 લાખ કર્મચારીઓના 72 જેટલા અલગ અલગ સંગઠનો દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે જૂની પેન્શન સ્કીમ(Movement by Taking Old Pension Scheme)અને પડતર માંગને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃOld Pension Scheme: રાજ્યમાં જૂની પેન્શન સ્કીમ શરૂ કરવા કોંગ્રેસના ધારાસભ્ય C J ચાવડાની માગ
સરકાર સામે સરકારી કર્મચારીઓ -રાજ્યના 7 લાખ કર્મચારીઓના 72 જેટલા સંગઠનો દ્વારા આજે સત્યાગ્રહ છાવણી ખાતે ભારે વિરોધ દર્શાવ્યો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલસરકારી કર્મચારીઓના અવાજ સાંભળે અને ફરીથી ગુજરાતમાં જૂની પેન્શન સ્કીમ યોજના લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.