- રાજ્યમાં ફરી દલિત વિરોધી ઘટના આવી સામે
- શિક્ષકને નથી મળી રહ્યું રહેવા માટે ઘર
- શિક્ષકે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીને કરી રજૂઆત
ગાંધીનગરઃ સુરેન્દ્રનગરની (Surendranagar) એક ધટના સામે આવી છેે સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના છત્રીયાળા ગામના રહેવાસી કનૈયાલાલ બારૈયા કે જેઓ શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે અને પોતાના ગામથી 70 કિલોમીટર દુર આવેલ નીનામા ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક શાળા(Primary Teacher)માં તેઓ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. પરંતુ તેઓની બદલી થતા રહેવામાં માટે સરળતા રહે તે માટે શાળાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેવાનું ઘર શોધ્યું હતું પણ આ ગ્રામ્ય વિસ્તારોમાં એક પણ દલિતના ઘર ના હોવાના કારણે તેમજ આ ગ્રામ્ય વિસ્તારોમાં ભાડે ઘર મળતું નથી.
વિભાગે ફરિયાદના આધારે શિક્ષકની બદલી કરી
કનૈયાલાલ બારૈયાની ફરિયાદ હતી કે, તેઓ જ્યાં ફરજ બજાવતા હતા, ત્યાં તેમની જાતિને કારણે કોઈ પણ વ્યક્તિ તેને ભાડે મકાન આપતું ન હતું, આથી તેમણે 14 ઓગસ્ટ 2019માં ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આ બાદ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા પરિસ્થિતિ તેની તે જ રહી હતી. આ બાદ તેમણે શિક્ષણ વિભાગ અને સામાજિક ન્યાય વિભાગમાં જિલ્લા સ્તરે અરજી કરી રજૂઆત કરી હતી. હાલ, આ મામલો પ્રકાશમાં આવતા શિક્ષણ વિભાગ દ્વારા કનૈયાલાલ બારૈયાની ફરિયાદના આધારે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત, 2019થી લઈને પોલીસે કઈ રીતે કાર્યવાહી કરી તે બાબતે સરકાર દ્વારા પોલીસ સમક્ષ વિગતો માંગવામાં આવી છે.
તમામ વિભાગમાં કરાઈ છે અરજી
શિક્ષકને ઘર પ્રાપ્ત ન થવા બાબતે રાજ્યના સામાજીક અને ન્યાય વિભાગના કેબિનેટ પ્રધાન પ્રદીપસિંહ પરમારે(Pradeep Singh) ETV Bharatને જણાવ્યું હતું કે, દેશના બંધારણ (Constitution of India) માં દરેક નાગરિકને ગમે ત્યાં રહેવાનો હક આપવામાં આવ્યો છે. ત્યારે આ ઘટના મારા ધ્યાને આવી છે. તમામ વિભાગમાં પોતાની આપવીતી દર્શાવતી અરજી પણ કરી છે જ્યારે તેઓએ મને પણ ટેલિફોનિક જાણ કરીને પોતાની આપવીતી કહી હતી ત્યારે મેં તમામ અધિકારીઓને આ બાબતે તપાસના આદેશ આપ્યા છે અને વેલીમાં વહેલી તકે શિક્ષકના પ્રશ્નોનું નિરાકરણ આવે તે બાબતની વિભાગને સૂચના પણ આપવામાં આવી છે. આ ઉપરાંત જરૂર પડશે તો શિક્ષકની જે તે જગ્યાએ બદલી પણ કરી આપવામાં આવશે.