ગાંધીનગર:દિવાળીના તહેવાર નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે દિવાળીના 20 દિવસ પહેલા સત્તાવાર રીતે રાજ્ય સરકારના વિભાગ દ્વારા 7 હજાર રૂપિયા સુધીના બોનસની જાહેરાત કરવામાં આવી છે જેમાં 21000 જેટલા કર્મચારીઓને લાભ મળશે.
રાજ્ય સરકાર દ્વારા સાતમા, છઠ્ઠા અને પાંચમા પગારપંચમાં વર્ગ ચારના નિયમિત પગાર ધોરણમાં ફરજ બજાવતા સરકારી કર્મીઓને 30 દિવસના વેતન જેટલું બોનસ ચૂકાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
'રાજય સરકારના વર્ગ-4 ના કર્મચારીઓને દિવાળીની ભેટની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કર્મચારીઓને 7000ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવમાં આવશે. આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને વર્ગ-4ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને રૂપિયા 7 હજારની મર્યાદામાં બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્ટ ઇન એઇડ (માન્યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-4ના અદાજે 21,000થી વધુ કર્મચારીઓને લાભ મળશે.'- કનુ દેસાઈ, નાણાપ્રધાન
એસ.ટી કર્મચારીને આ વખતે દિવાળી ફળી ગઈ છે. ST વિભાગ પડતર પ્રશ્નોને લઇને કર્મચારીઓને સરકાર સાથે સમાધાન થયું છે. એસટી વિભાગના કર્મચારીઓની મુખ્ય ત્રણ માંગણીઓ સરકારે સ્વીકારી લીધી છે. તેમજ પડતર એરિયર્સ, મોંઘવારી ભથ્થા અને એચઆરએ જેવા મુખ્ય ત્રણ પ્રશ્નોનાના નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. આ વર્ષે એસ.ટી.નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઇ વતનમાં જવા એકસ્ટ્રા બસો દોડાવશે એમ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
- Surat News: કર્મચારીઓનું સરકાર સાથે સમાધાન, સંઘવીએ કહ્યું કાળા બજારી કરનાર લોકો સામે પગલાં લેવાશે
- Kutch Crime News: બહુચર્ચીત રુ 3.75 કરોડના સોપારી તોડકાંડમાં નાયબ પોલીસ અધિક્ષકે નોંધાવી ફરિયાદ, ફરિયાદી જ બન્યો આરોપી