ગાંધીનગરઃ કોવિડ -19 અંતર્ગતનાં લોકડાઉનનાં કપરા દિવસોમાં રાજ્યનો એક ગરીબ વર્ગ ભોજનથી વંચિત રહે છે. આવી કપરી પરીસ્થિતિ ઉભી થઈ હતી. તેવા સંજોગોમાં વડાપ્રધાન દ્રારા આહવાનથી નાની મોટી સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ એક કોરોના વોરીયરનાં સ્વરૂપમાં બહાર આવી, રોજેરોજ કમાઈને ખાવાવાળો વર્ગ તથા જે લોકો રોજગારીથી વંચિત થઈ ગયા હતા, તેવા લોકોને ભોજન અને અનાજની કીટો ઉપલબ્ધ કરાવવાની કામગીરી સોંપવામાં આવી હતી.
લોકડાઉનમાં શ્રમિકોને ભોજન નહીં આપતી સંસ્થાના કોન્ટ્રાક્ટ રદ કરે સરકાર: રાજેન્દ્રસિંહ ચુડાસમા - સંસ્થાઓને સરકારી કોન્ટ્રાકટમાં
રાજ્યના મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના પ્રમુખે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી કે, રાજ્યમાં ભોજનનો કોન્ટ્રાક્ટ ધરાવતી ગુજરાત બહારની ચાર સેવાભાવી સંસ્થાઓને સરકારી કોન્ટ્રાકટમાંથી તાત્કાલિક રદ કરવામાં આવે. ચારેય સંસ્થા દ્રારા સરકાર પાસે બજેટ દરમિયાન ગ્રાન્ટ હાંસલ કરે છે. પણ કોરોના કપરા કાળ દરમિયાન શ્રમિકો કે પછી પરપ્રાંતિયને ભોજન પુરૂ પાડવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી.
લોકડાઉનમાં શ્રમિકોને ભોજન ના આપનારી સંસ્થાના કોન્ટ્રાક્ટ સરકાર રદ કરે : રાજેન્દ્ર સિંહ ચુડાસમા
પરંતુ, ગુજરાત બહારની ચાર સ્વૈચ્છિક સસ્થાઓ જેવી કે અક્ષયપાત્ર, નાયક ફાઉન્ડેશન, સ્ત્રી શક્તિ, પારસ એગ્રો વગેરે ગુજરાતનાં દસ જિલ્લા મથકો પર પચાસ હજારથી માંડી એક લાખ લોકોને ગરમ, તાજું ભોજન તૈયાર કરી ૭૦ કિ.મી.ની ત્રિજયામાં સીધી ડિલિવરી કરી શકે પરંતુ, આ ચાર સંસ્થાએ કોરોના કપરા સમયમાં કોઈ મદદ કરી નથી. જેથી સરકાર તેમને સહાય આપવાનુ બંધ કરે.