અરે વાહ, સરકારે સ્વીકાર્યું કે છેલ્લા 2 વર્ષમાં નર્મદા કેનાલ 154 વખત તૂટી - gandhinagar news
ગુજરાતમાં પીવાના પાણી અને સિંચાઈ માટે નર્મદાનું પાણી બહુમૂલ્ય છે. નર્મદા નદી અને નર્મદા કેનાલ ગુજરાતની જીવાદોરી સમાન ગણવામાં આવે છે, પરંતુ છેલ્લા બે વર્ષમાં નર્મદા કેનાલમાં 154 વખત કેનાલ તૂટી હોવાનું રાજ્ય સરકારે વિધાનસભાગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન કબુલ્યું હતું.
સરકારે સ્વીકાર્યું છેલ્લા 2 વર્ષમાં નર્મદા કેનાલ 154 વખત તૂટી
ગાંધીનગર : કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભા પ્રશ્નોતરી દરમિયાન સવાલ કર્યો હતો કે છેલ્લા 2 વર્ષમાં નર્મદા કેનાલ કેટલી વખત તૂટી છે. જેમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે વર્ષમાં 2018માં કુલ 73 વખત કેનાલ તૂટી છે. જ્યારે વર્ષ 2019માં 81 વખત કેનાલ તૂટી હોવાનું સરકારે સ્વીકાર્યું હતું.