ગુજરાત

gujarat

ETV Bharat / state

પહેલીવાર ટીકીટ મળી, જીત્યા બાદ ડેપ્યુટી મેયરનો પદભાર સોંપાયો: પ્રેમલસિંહ - કોર્પોરેશનની ચૂંટણી

વોર્ડ નંબર સાતના ઉમેદવાર પ્રેમલસિંહ (PremalSinh)ને પહેલી વાર જ કોર્પોરેશનની ટિકિટ આપવામાં આવી હતી. તેમણે પહેલીવારમાં જ જીત મેળવી હતી. સામાન્ય સભામાં આજે ડેપ્યુટી મેયર તરીકે તેમને પાર્ટીએ નિયુક્ત કર્યા છે. ડેપ્યુટી મેયરનો પદભાર સંભાળતાની સાથે જ તેમને આગામી સમયમાં કયા પ્રકારના કામોને મહત્વ આપશે તેને લઈને ETVBHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.

deputi mayor
deputi mayor

By

Published : Oct 21, 2021, 4:18 PM IST

  • એસ.સી. કેટેગરીમાં મેયર બનતા જનરલ કેટેગરીમાંથી ડેપ્યુટી મેયર નક્કી કરાયા
  • વોર્ડ નંબર 7ના ઉમેદવાર પ્રેમલસિંહ ગોલ બન્યા ડેપ્યુટી મેયર
  • કોંગ્રેસે જે કામો નથી કર્યા તેવા નવા 18 ગામોમાં કામો કરીશું

ગાંધીનગર : કોર્પોરેશનની ચૂંટણી (corporation election)માં ભાજપ(BJP)ની જીત બાદ મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી આજે કરવામાં આવી હતી. જેમાં મેયર તરીકે એસટી કેટેગરીમાંથી હિતેશ મકવાણા (hitesh makvana)ની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે જનરલ કેટેગરીમાં ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર સાતના ઉમેદવાર પ્રેમલસિંહ (PremalSinh) ગોલની પસંદગી કરવામાં આવી હતી. ત્યારે ડેપ્યુટી મેયર તરીકે તેઓ આગામી સમયમાં કયા કામોની મહત્વ આપશે પહેલીવાર આ પદભાર મળ્યો છે તે તમામ બાબતોને લઈને તેમને વાતચીત કરી હતી.

deputi mayor
પ્રશ્ન : ડેપ્યુટી મેયર તરીકે આપની પસંદગી ઉતારવામાં આવી છે આ વિશે આપની પ્રથમ પ્રક્રિયા શું છે?જવાબ : ડેપ્યુટી મેયર તરીકે મારી પસંદગી કરવામાં આવી છે.. આ એક મોટું પદ છે. પાર્ટીએ મને આ પદ સોંપ્યું છે તેને પ્રામાણિકતાથી નીભાવિશ અને આગામી સમયમાં મારા કાર્યોનું પાલન કરીશ.
deputi mayor
પ્રશ્ન : આ પહેલાં જે ડેપ્યુટી મેયર હતા તેમના કયા પ્રકારના એવા કામો બાકી રહી ગયા છે જેને પહેલા મહત્વ આપશો?

આ પણ વાંચો:મારા જેવા સામાન્ય અને નાના કાર્યકર્તાને મેયર પદ મળ્યું એ બદલ આભાર: હિતેશ મકવાણા
જવાબ : ગાંધીનગરના તમામ સેક્ટરનો વિકાસ થઈ ચૂક્યો છે પરંતુ 18 જેટલા ગામોને ગાંધીનગર કોર્પોરેશનમાં એડ કરવામાં આવ્યા છે. તે વિકાસ ઝંખી રહ્યા છે. ત્યાં કોંગ્રેસનું શાસન હોવાથી વિકાસનો અભાવ રહ્યો છે. આ કામોને પહેલા અગ્રીમતા આપીશુ. જેટલો બને એટલો ઝડપી વિકાસ ત્યાં કરીશુ.

આ પણ વાંચો:ભાજપના હિતેષ મકવાણા બન્યાં Gandhinagar New Mayor, તમામ જ્ઞાતિના ઉમેદવારો સમાવાયા
પ્રશ્ન : પહેલીવાર ચૂંટણી લડ્યા અને પહેલી વાર જ તમને ડેપ્યુટી મેયરનો કાર્યભાર સોંપવામાં આવ્યો આ વિશે શું કહેશો?
જવાબ : સાચી વાત છે હું પહેલી વાર ચૂંટણી લડ્યો અને ત્યારબાદ મને આટલું મોટું પહેલીવાર પદ સોંપવામાં આવ્યું છે. તે બદલ હું પાર્ટી તેમજ વડાપ્રધાન, રાજ્યના મુખ્યપ્રધાન તેમજ ગૃહ પ્રધાન સહિત તમામનો આભાર માનું છું.

ABOUT THE AUTHOR

...view details