- ખેડૂતો માટે સારા સમાચાર 8 જિલ્લામાં કૃષિ પેકેજ જાહેર થશે
- અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર પંચમહાલ, વડોદરા-છોટાઉદેપુર, અમદાવાદમાં પૂર્ણ થયો સર્વે
- નેચરલ ખેતીને પ્રોત્સાહન મળે તે હેતુથી ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરાશે
ગાંધીનગર : અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર પંચમહાલ, વડોદરા-છોટાઉદેપુર, અમદાવાદ સહિતના આઠ જિલ્લાઓમાં કૃષિ પેકેજ(Agricultural Assistance Package) થયેલા નુકસાન સામે જાહેર કરવામાં આવશે. જેનો સર્વે(Agricultural Survey)પૂર્ણ કરવામાં આવ્યો છે. તેવું કૃષિપ્રધાન રાઘવજી પટેલે(Agriculture Minister Raghavji Pate)l મીડિયા સમક્ષ જણાવ્યું હતું. આ પહેલા સૌરાષ્ટ્રના જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ આ ચાર જિલ્લાના 23 તાલુકાના 682 ગામના નુકસાનીનો અહેવાલ મળ્યો હતો. જેમાં અંદાજિત ચાર લાખ 4.20 લાખ હેક્ટર વિસ્તારમાં પાક નુકશાન વળતર પેટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નુકશાનને ધ્યાનમાં રાખી SDRF(સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ) ઉપરાંત રાજ્ય બજેટમાંથી 547 કરોડનું માતબર જાહેર કર્યું છે. જેથી આઠ જીલ્લાના 52 તાલુકામાં પણ આ સહાય પેકેજ ખેડૂતોને આપવામાં આવશે.
ખેડૂતોની આવક ડબલ કરવીએ દિશામાં ખેતીવાડી ખાતુ પ્રયત્નશીલ
રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, દેશના ખેડૂતોની આવક ડબલ કરવીએ દિશામાં ખેતીવાડી ખાતુ પ્રયત્નશીલ છે. અતિવૃષ્ટિના કારણે સૌરાષ્ટ્રના(Damage due to rains in Saurashtra) ચાર જિલ્લાઓમાં નુકસાન થયું હતું. જેના 155 કરોડ રૂપિયાની રકમ ખેડૂતોના ખાતામાં અત્યાર સુધી જમા થઈ છે. ત્યારે બાકીના અન્ય આઠ જિલ્લાનું સર્વેનું કામ પણ પૂર્ણ થયું છે. સર્વેનો અહેવાલ અમારા સુધી પહોંચાડવામાં આવ્યો છે. જેથી આગામી સમયમાં તે અંગે પણ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે. અહેવાલ સરકારની વિચારણા હેઠળ અત્યારે છે. ટૂંક સમયમાં જ આ જિલ્લાઓમાં પણ કૃષિ પેકેજ જાહેર કરાશે.
ડાંગ જિલ્લાને 19 તારીખે પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરાશે