ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપે ચૂંટણીમાં ગેરરીતિ નથી કરી, સેન્ટ્રલ સિસ્ટમથી ખર્ચ કરવામાં આવ્યો : મેયર હિતેશ મકવાણા - GMC Congress Corporator Ankit Barot

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ત્યારે અમદાવાદના એક RTI એક્ટિવિસ્ટ દ્વારા રાજ્ય ચૂંટણી આયોગમાં ઉમેદવારે (Candidate's Expenses in Election Commission) કેટલો ખર્ચ કર્યો છે, તે બાબતની માહિતી માંગી હતી. જેમાં ભાજપના ઉમેદવારો એક સમાન ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું છે.

ભાજપે ચૂંટણીમાં ગેરરીતિ નથી કરી, સેન્ટ્રલ સિસ્ટમથી ખર્ચ કરવામાં આવ્યો : મેયર હિતેશ મકવાણા
ભાજપે ચૂંટણીમાં ગેરરીતિ નથી કરી, સેન્ટ્રલ સિસ્ટમથી ખર્ચ કરવામાં આવ્યો : મેયર હિતેશ મકવાણા

By

Published : Feb 12, 2022, 8:16 AM IST

ગાંધીનગર : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાંચ મહિના અગાઉ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે અમદાવાદના એક RTI એક્ટિવિસ્ટ દ્વારા રાજ્ય ચૂંટણી (GMC Election Expenses) આયોગમાં ઉમેદવારે કેટલો ખર્ચ કર્યો છે, તે બાબતની માહિતી માંગી હતી. જેમાં આયોગ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ માહિતીમાં વોર્ડના ભાજપના ઉમેદવારો એક સમાન ખર્ચ કર્યો હોવાના દિલ આયોગમાં રજૂ કર્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ બાબતે ગાંધીનગર કોર્પોરેશનના મેયર હિતેશ મકવાણાએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ સિસ્ટમથી આ કાર્યરત છે અને આમાં કોઈ પણ ઉમેદવારોએ ખોટું કર્યું નથી.

એક થઈને ચૂંટણી લડીએ છીએ

ભાજપે ચૂંટણીમાં ગેરરીતિ નથી કરી, સેન્ટ્રલ સિસ્ટમથી ખર્ચ કરવામાં આવ્યો : મેયર હિતેશ મકવાણા

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC Mayor Hitesh Makwana) હિતેશ મકવાણા જણાવ્યું હતું કે, અમે ઉમેદવારોએ અલગ-અલગ નહીં પરંતુ પક્ષના ઉમેદવાર થઈને ચૂંટણી લડીએ છીએ. એક થઈને ચૂંટણી લડે છે, જ્યારે આ ચૂંટણી બાબતની સમગ્ર કામગીરી એક એજન્સીને આપવામાં આવી હતી. અને એજન્સી દ્વારા તમામ વોર્ડમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. જ્યારે તમામ ઉમેદવારોએ પણ એક સમાન જ ખર્ચ કર્યો છે.

45 દિવસ સુધી ફરિયાદ કરી શકાય

મદની વાત કરવામાં આવે તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી સહિત તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પરિણામ જાહેર થયા બાદ 45 દિવસ સુધીમાં જે તે ઉમેદવાર અને ઉમેદવારો (GMC Election Candidate Expenses) કરેલા ખર્ચા ઉપર રાજ્ય ચૂંટણી આયોગની ફરિયાદ કરી શકાય છે. ત્યારબાદ કોઈપણ ફરીયાદ ગ્રાહ્ય રાખવામાં આવતી નથી. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં હવે પાંચ મહિના પૂર્ણ થયા છે. ત્યારે હવે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના એકમાત્ર કોર્પોરેટર અંકિત બારોટે (GMC Congress Corporator Ankit Barot) પણ આજે રાજ્ય ચૂંટણી આયોગમાં ફરિયાદ માટે પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃલો બોલો... ગુજરાતમાં ગાંધીનગરની સરકારી કચેરીઓનો કુલ રૂ. 48.71 કરોડ ટેક્સ બાકી

શું છે સમગ્ર મામલો

સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના તમામ કોર્પોરેટરો ઉમેદવારોએ એક જ સરખો ખર્ચ બતાવ્યો છે. આ ઉપરાંત એ એક જ જગ્યાએથી ચા-પાણી નાસ્તો અને મંડપની તમામ વ્યવસ્થાઓ કરી હોય તેવા એક જ બિલ મૂકવામાં આવ્યા છે. તેવું RTIમાં સામે આવ્યું છે, જ્યારે આ RTI અમદાવાદના એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે.

હાઇકોર્ટમાં PIL દાખલ કરીશું : અંકિત બારોટ કોંગ્રેસ કોર્પોરેટર

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટએ નિવેદન આપ્યું છે કે, રાજ્ય ચૂંટણી આયોગમાં (Expenses in the State Election Commission) આ બાબતે ફરિયાદ કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી નહી કરવામાં આવે તો આવનારા દિવસોમાં હાઈકોર્ટમાં અરજી દાખલ આવશે. આ ઉપરાંત તમામ ઉમેદવારોએ ખર્ચની ખોટ એફિડેવિટ કરી હોવાના આક્ષેપ બારોટે કર્યા છે.

આ પણ વાંચોઃCabinet meeting in Gandhinagar: ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક, કેન્દ્રીય બજેટથી રાજ્ય બજેટ મુદ્દે થશે ચર્ચા

ABOUT THE AUTHOR

...view details