ગાંધીનગરગુજરાતમાં વર્તમાન પશુ આરોગ્યસેવાઓના (Animal Health Services) વિસ્તૃતિકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ તબકકામાં 127 નવા ફરતા પશુ દવાખાનાઓ મંજુર કરવામાં આવ્યા છે. આ નવીન 127 પશુ દવાખાનાકાર્યરત થતાં રાજ્યના 1270 થી વધુ ગામોમાં ઓન કોલ ઇમરજન્સી ધોરણે અને રૂટના ગામોમાં ગામ બેઠાં પશુપાલકોને વિના મુલ્યે પશુસારવાર ઉપલબ્ધ થશે. જેથી પશુઓની આરોગ્યમાં વધુ સુધારો થતા દૂધ ઉત્પાદન વધશે અને પરિણામે રાજયના પશુપાલકોની સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો થશે.
ઇમરજન્સી સેવાઓરાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં હાલમાં શહેરી વિસ્તારમાં 37 “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ- 1962 ” તથા “10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના” હેઠળ કુલ 460 જેટલા ફરતા પશુ દવાખાનાઓ પીપીપીના ધોરણે GVK- EMRI મારફતે સફળતાપુર્વક વિનામૂલ્યે સેવા આપી રહ્યા છે. “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 ” દ્વારા રાજ્યના કુલ 31 શહેરોમાં નધણિયાતા પશુઓને ઇમરજન્સી ધોરણે સારવાર આપવામાં આવે છે. જ્યારે 460 મોબાઇલ પશુ દવાખાના થકી રાજ્યના 5298 ગામોમાં ઓન કોલ ઇમરજન્સી ધોરણે અને રૂટના ગામોમાં ગામ બેઠા પશુપાલકોને વિના મુલ્યે પશુસારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.