ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરના સરગાસણની સીમમાં યુવતીની તિક્ષ્ણ હથિયારના ધા મારી હત્યા - ગાંધીનગર ન્યુઝ

ગાંધીનગર: શહેરની પાસે આવેલા સરગાસણ ગામની સીમમાં સમી સાંજે આશરે 40 વર્ષીય એક યુવતીની માથાના ભાગે તીક્ષ્ણ ઘા મારી હત્યા કરવાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવને પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગરના સરગાસણની સીમમાં યુવતીની તિક્ષ્ણ હથિયારના ધા મારી હત્યા

By

Published : Oct 3, 2019, 2:03 AM IST

મળતી માહિતી મુજબ સરગાસણ ગામમાં રહેતી આશરે 40 વર્ષીય બકુલાબેન શકરાજી ઠાકોર મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. યુવતીના લગ્ન ગાંધીનગર તાલુકાના પ્રાંતિયા ગામે થયા હતાં. પરંતુ, પોતાના પતિ સાથે મનમેળ નહીં હોવાથી છેલ્લા ત્રણેક વર્ષથી પોતાના પિયર સરગાસણમાં તેમનાં ભાઈઓ સાથે રહી અને છૂટક મજૂરી કરી પેટીયું રડતી હતી.

ગાંધીનગરના સરગાસણની સીમમાં યુવતીની તિક્ષ્ણ હથિયારના ધા મારી હત્યા

સરગાસણની સીમમા આવેલા સાર્થક ફ્લેટની બાજુમાંથી પસાર થતા એક કાચા રસ્તા પરથી સમી સાંજે 7 થી 7:30 કલાકની આસપાસ માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર ફરકારી હત્યા કરેલો મૃતદેહ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે તેને કાનમાં પહેરેલી વારી પણ તૂટેલી હાલતમાં મળી હતી. તો હત્યા કરનાર શખ્સ સાથે હાથાપાઈ થઇ હોય તેવું જોવા ઘટના સ્થળ પરથી લાગી રહ્યું હતું. આ સમગ્ર બનાવની જાણ ઇન્ફોસિટી પોલીસને કરવામાં આવતા બનાવ સ્થળે પહોંચી અને બનાવની ગંભીરતાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details