ગુજરાત

gujarat

ETV Bharat / state

વૈશ્વિક મંચ પર પ્રજાએ મનની વાત કરી સહભાગી થવા સરકારે કરી જાહેરાત

G20 સમિટમાં (g20 summit 2023) સામાન્ય જનતા પણ પોતાના સૂચનો આપી શકે તે માટે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય જનતાના સૂચનો ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. જેને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા સૂચનો મંગાવવાની શરૂઆત કરવામાં આવી છે. (General public suggestions at g20 summit 2023)

વૈશ્વિક મંચ પર પ્રજાએ મનની વાત કરી સહભાગી થવા સરકારે કરી જાહેરાત
વૈશ્વિક મંચ પર પ્રજાએ મનની વાત કરી સહભાગી થવા સરકારે કરી જાહેરાત

By

Published : Jan 10, 2023, 9:36 PM IST

ગાંધીનગર : ભારત દેશના અધ્યક્ષ હેઠળ G20 સમિટમાં (g20 summit india) યોજાવા જઈ રહી છે. જેમાં અનેક વિષયો અને મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે. ત્યારે સામાન્ય જનતા પણ g20માં સૌભાગ્ય થઈ શકે અને પોતાના સૂચનો આપી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં g20 સમિટમાં સામાન્ય જનતાના સૂચનો ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. એને લઈને જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સૂચનો મંગાવવાની શરૂઆત કરવામાં આવી છે. (g20 summit 2023 schedule)

દેશવાસીઓ પાસેથી સૂચન લેવાશેભારત 1 ડિસેમ્બર, 2022થી વૈશ્વિક મહત્વ ધરાવતા સંગઠન G20નું (g20 summit 2023) અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે, ત્યારે દેશના લોકો આવા વૈશ્વિક મંચ સુધી પોતાની વાત પહોંચાડી શકે તે માટે કેન્દ્ર સરકારે G20માં લોકભાગીદારી સુનિશ્ચિત કરવા દેશવાસીઓ પાસેથી સુચનો માંગ્યા છે. આ હેતુથી G20ના પ્રમુખ તરીકે ભારતની પ્રાથમિકતાઓ નક્કી કરવા અંગે ઓનલાઈન માધ્યમથી પ્રજાજનો સરકાર દ્વારા નિર્દેશિત ક્ષેત્રોમાં પ્રાથમિકતા આપવા અંગે પોતાના સૂચનો આપી ભાગીદારી નોંધાવી શકે છે. આ પ્રક્રિયાને સહભાગી બનાવવા માટે, વડાપ્રધાન મોદીએ નાગરિકોને ભારતની G20 પ્રેસિડન્સી દરમિયાન મહત્વની થીમ્સ માટે વિચારો અને સૂચનો શેર કરવા અનુરોધ કર્યો છે. (g20 committee Registration form)

શું કહ્યું પીએમ મોદીએતાજેતરમાં G20ની વેબસાઈટ, લોગો અને થીમના લોન્ચિંગ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર (g20 summit in gujarat) વિશ્વને સંબોધન કરતાં કહ્યું હતું કે, ભારતનું G20 પ્રમુખપદ વિશ્વમાં સંકટ અને અરાજકતાના સમયે આવી રહ્યું છે, ત્યારે લોકોમાં કમળનું પ્રતીક આવા સમયમાં આશાનું પ્રતિનિધિત્વ કરે છે. સંજોગો ભલે ગમે તેટલા પ્રતિકૂળ હોય, કમળ હજી ખીલે છે. ભલે વિશ્વ ગહન સંકટમાં હોય, આપણે હજી પણ પ્રગતિ કરી શકીએ છીએ અને વિશ્વને વધુ સારી જગ્યા બનાવી શકીએ છીએ. (g20 presidency india)

આ પણ વાંચોદેશ વિદેશના સર્જન્સ સાથે 2 દિવસનો લાઈવ સર્જરી ગ્લોબલ સર્જન્સ સમિટનો પ્રારંભ

દરેક ભારતીયની જવાબદારીવડાપ્રધાન મોદીએ લોકો પાસેથી સુચનો માંગવા અંગેના હેતુઓ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, જેમ જેમ ભારત વિશ્વને સુરક્ષિત, સ્થિર અને ટકાઉ ભવિષ્ય તરફ દોરી જાય છે, તે દરેક ભારતીયની જવાબદારી છે કે વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર સંવાદ અને કાર્યવાહીને પ્રોત્સાહન આપવું અને વિશ્વને વધુ સારું સ્થાન બનાવવું જોઈએ. ભારતે વધુ સારી દુનિયાની શોધમાં ચેમ્પિયન થવું જોઈએ. આ માટે ભ્રષ્ટાચાર નાબૂદી, કલા સંસ્કૃતિ, વિકાસ, ડિજિટલ ઇકોનોમી, આપત્તિનું જોખમ ઘટાડવા, શિક્ષણ, રોજગાર, ઊર્જા સંક્રમણ, ટકાઉ પર્યાવરણ અને આબોહવા, આરોગ્ય, પ્રવાસન, વેપાર અને રોકાણ તેમજ ફાઇનાન્સ વર્કસ્ટ્રીમ જેવા મુદ્દે સૂચનો નોંધાવી શકાશે. (g20 summit india presidency)

આ પણ વાંચોસરકાર ઉદ્યોગકારોની દરેક સમસ્યા દૂર કરશે, CMએ ચેમ્બર ઑફ કોમર્સના નવા ભવનના ઉદ્ઘાટન સમયે આપી ખાતરી

કેવી રીતે સૂચનો આપવામાં આવશેઉલ્લેખનીય છે કે, સૂચન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરાયેલા કેટલાક નિયમો અને શરતોનું પાલન કરવું જરૂરી છે. સૂચન આપવા માટે ભારતીય નાગરિક હોવું જરૂરી છે. તમામ ભારતીય સહભાગીઓએ એક નોંધણી ફોર્મ ભરીને પ્લેટફોર્મ પર પોતાની નોંધણી તારીખ 15 જાન્યુઆરી, 2023 સુધીમાં કરાવવી જરૂરી છે.(General public suggestions at g20 summit 2023)

ABOUT THE AUTHOR

...view details