ગુજરાત

gujarat

ETV Bharat / state

તાલુકા પંચાયતના 9 સભ્યોની સત્તા રદ છતાં સામાન્ય સભા બોલાવી : ચેરમેન - General meeting

ગાંધીનગર તાલુકા પંચાયતની વિકાસ કામોની ચર્ચા માટે સામાન્ય સભા મળી હતી. જેમાં સાત કરોડ જેટલી માતબર રકમના વિકાસ કાર્યોને બહુમતીના જોરે ભાજપે મંજૂરીની મહોર મારી હતી, ત્યારે ગાંધીનગર મહાપાલિકામાં 18 ગામડાનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે તાલુકા પંચાયતના કોંગ્રેસના કારોબારી ચેરમેન રસિકજી ઠાકોરે કહ્યું કે, તાલુકા પંચાયતના વર્તમાન 9 સભ્યો આપોઆપ સત્તાથી દૂર થઈ જાય છે, પરંતુ ભાજપે સત્તાના જોડે આજે મંગળવારે સામાન્ય સભાને ચલાવી હતી. જ્યારે પ્રમુખે કહ્યું કે બહુમતીના આધારે વિકાસ કાર્યોને વેગ આપવામાં આવ્યો હતો. ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારીને કોરોના વાઇરસમાં કામગીરી બદલ તમામ તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં.

તાલુકા પંચાયતના 9 સભ્યોની સત્તા રદ છતાં સામાન્ય સભા બોલાવી
તાલુકા પંચાયતના 9 સભ્યોની સત્તા રદ છતાં સામાન્ય સભા બોલાવી

By

Published : Jul 7, 2020, 5:47 PM IST

ગાંધીનગર : તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સભ્ય સંખ્યા 36 થાય છે, જેમાં 18 કોંગ્રેસ 3 અપક્ષ અને 15 ભાજપ પાસે છે. જેમાં એક અપક્ષ કોંગ્રેસ પાસે, જ્યારે બે ભાજપ પાસે છે. ચૂંટણી સમયે કોંગ્રેસના 6 સદસ્યો ગેરહાજર રહેતા ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા હતા. આજે મંગળવારે મળેલી સામાન્ય સભામાં બંને પક્ષના 18-18 સદસ્યો સમર્થનમાં હતા, ત્યારે તમામ બાબતોને સમર્થન આપવા માટે પ્રમુખનો મત મહત્વનો સાબિત થઇ રહ્યો હતો. જેમાં પ્રમુખ દ્વારા તમામ એજન્ડાને બહુમતીના જોરે તેમના કાસ્ટીંગ વોટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતાં.

સામાન્ય સભાને રદ કરવા માટે ઉવારસદ બેઠકના કોંગ્રેસના સદસ્ય મહોત જી ઠાકોર પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. મહંતજી ઠાકોરે કહ્યું કે હાલમાં ગાંધીનગર મહાનગરપાલિકામાં 18 ગામડાનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે ગાંધીનગર તાલુકા પંચાયતના ચુંટાયેલા સદસ્યો આપોઆપ રદ થઈ જાય છે. આ સભાને બરખાસ્ત કરવામાં આવે તે ઉપરાંત સભામાં લેવાયેલા તમામ એજન્ડાને પણ રદ કરવામાં આવે તેવી માગ કરી હતી, પરંતુ બહુમતીના જોરે ભાજપ દ્વારા તમામ એજન્ડા ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી હતી જેને લઇને કોંગ્રેસની ઈચ્છા ઉપર પાણી ફરી વળ્યું હતું.

તાલુકા પંચાયતના 9 સભ્યોની સત્તા રદ છતાં સામાન્ય સભા બોલાવી
કોંગ્રેસના વાવોલ બેઠકના સદસ્ય કુબેરસિંહ ગોલે ભાજપના સમર્થનમાં જોવા મળતા હતા. ત્યારે તેમણે કહ્યું કે, જ્યાં સુધી કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભી રહેશે ત્યાં સુધી હું ભાજપને સમર્થન કરતો રહીશ, તેમણે મારી સાથે અન્યાય કર્યો છે.સામાન્ય સભા બાબતે તાલુકા પંચાયતના પ્રમુખ શોભનાબેન વાઘેલાએ કહ્યુ કે, આજે મંગળવારે સભામાં વિકાસ કામોને મંજૂરીની મહોર મારવામાં આવી છે. બીજી તરફ સરકાર દ્વારા 18 ગામડાને મહાનગરપાલિકાના સમાવેશ કરવામાં આવે છે, ત્યારે તે પગલાને પણ યોગ્ય ઠેરવ્યું છે.કોંગ્રેસનો કારોબારી ચેરમેન રસિકજી ઠાકોરે કહ્યું કે, વાહ સત્તાના જોડે સભા બોલાવવામાં આવી હતી. સદસ્યો આપોઆપ રદ થઈ જાય છે તેમ છતાં આ સભાને ચાલુ રાખીને તેમના લાભ માટે 7 કરોડની માતબર રકમના વિકાસ કામોને પરવાનગી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details