IAS અધિકારી ડૉ. ગૌરવ દહિયા સામે દિલ્હીની મહિલાએ કરેલા આક્ષેપો સંદર્ભે નિવેદન નોંધાવવા માટે સેક્ટર 7 પોલીસે અગાઉ નોટિસ પાઠવીને સાત દિવસમાં હાજર થવા જણાવ્યું હતું. નોટિસની સમય મર્યાદા પૂરી થવાની તૈયારીમાં હતી. ત્યારે, પોલીસે શનિવારે બીજી, સોમવારે ત્રીજી નોટિસ પાઠવી હતી. બીજી નોટિસનો સમય પૂર્ણ થાય તે પહેલાં દહિયાએ તબિયતનું કારણ દર્શાવી 6 દિવસનો સમય માંગ્યો હતો.
IAS ગૌરવ દહિયાને ગાંધીનગર 'પોલીસ' સ્ટેશન લાવવામાં વામણી પુરવાર થઇ, ચોથી નોટિસ ફટકારી - IAS
ગાંધીનગર: સામાન્ય લોકો ઉપર બાહુબલી બનીને રોફ જમાવતી પોલીસ રાજકોટ રાજ્યના એક IAS સામે ઘૂંટણિયે પડી હોય તેવું લાગી રહ્યું છે. ત્રણ ત્રણ નોટીસ પાઠવ્યા છતાં હાજર નહીં થતાં પોલીસે ચોથી નોટિસ ફટકારી છે. IAS ડૉ. ગૌરવ દહિયાને ગાંધીનગર પોલીસ સમક્ષ હાજર થવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. જેના પગલે તેઓ નિવેદન નોંધાવવા માટે ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા સાથે પોલીસ આખો દિવસ રાહ જોઈને બેસી રહી હતી. પોલીસની ત્રીજી નોટિસને પણ ન ગણકારીને અધિકારી હાજર ન રહેતાં પોલીસે ચોથી નોટિસ ફટકારી છે. દહિયાના વલણ સામે પોલીસ ખાતામાં જાણ કર્યા બાદ ગુનો પણ નોંધી શકે છે.
etv bharat ghandhinagar
પોલીસે તેમને પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું. આ અંગેની નોટિસ સેકટર-19 ખાતેના તેમના નિવાસ સ્થાને ચોંટાડી હતી. અધિકારી હાજર ન રહેતાં પોલીસે ચોથી નોટિસ પાઠવી છે. જેમાં બે દિવસમાં હાજર રહેવા જણાવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે, ગૌરવ દહિયા પોલીસની ચોથી નોટિસ ફટકારવા સામે હાજર થાય છે કે, પોલીસને દહિયા ગોળ ગોળ ફેરવી રહ્યા છે તેમ આગળના દિવસોમાં પણ ફેરવતા રહેશે. તે તો આગામી સમય જ બતાવશે.