ગાંધીનગર પાસે આવેલા કોબા ગામ ખાતે નવરાત્રીમાં ખેલૈયાઓ દ્વારા અલગ અલગ થીમ ઉપર ગરબા કરવામાં આવ્યા હતા. જેમાં શરૂઆત રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી. સાથે ધ્વજ વંદન પણ કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરના કોબામાં અનોખી વેશભૂષા સાથે ગરબાની રમઝટ - gandhinagar news
ગાંધીનગર: સમગ્ર ભારતમાં નવરાત્રી પૂરજોશમાં ઉજવાઈ રહી છે. આઠમના દિવસે ગાંધીનગર ખાતે આવેલા કોબા ગામમાં એક વિશેષ પ્રકારના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
![ગાંધીનગરના કોબામાં અનોખી વેશભૂષા સાથે ગરબાની રમઝટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4676613-thumbnail-3x2-gandhi.jpg)
વેશભૂષા થીમ પર ગરબાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં એક બાળક અને બાળકીના લગ્ન કરીને ફેરા ફરતા હોય તેવા અનોખો લુક ઉપર ગરબા ગાતા, વળી બે કરોડપતિ દીકરાઓ દ્વારા ભિખારીની વેશભૂષા ધારણ કરીને બેઠેલા સમુદાયમાંથી ભીખ માંગતા તેમજ એક ડોક્ટર માતા દ્વારા સ્કૂલે જતી બાળકી બનવાના અને સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર જો કોઈ બન્યું હોય તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કરવામાં આવેલા વેશભૂષા પર સૌની નજર અને મીટ મંડાઇ હતી. આ ગરબાના વેશભૂષામાં પ્રથમ 3 વેશભૂષાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. નવરાત્રીમાં ખેલૈયાઓ દ્વારા પણ બાળકોમાં રહેલી ટેલેન્ટ અને પ્રતિભાને બહાર લાવવાનો એક સુંદર અને ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો.