ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારે આદિવાસીઓ માટે લીધેલા પગલા, ગણપત વસાવાએ વિધાનસભામાં કામગીરી જણાવી - gujarat assembly

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં મંગળવારે આદિજાતિ વિકાસના વિભાગ પર ખાસ માગણી પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને આદિવાસી વિરોધી સરકાર હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાએ ગૃહમાં નિવેદન કર્યું હતું કે, રાજ્ય સરકારે આ વર્ષે 17.97 ટકાની સામે 7.1 ટકા બજેટ ફાળવ્યું છે. જેમાં રાજ્યના કેબિનેટ પ્રધાન ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, આદિજાતિ સમાજ માટે 14,567 કરોડની માંગણીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે ગત વર્ષ કરતાં 9.71 ટકાના વધારા સાથે 66 જેટલી નવી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે.

gnr

By

Published : Jul 16, 2019, 9:14 PM IST

વસાવાએ જણાવ્યું હતું કે, અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીમાં 14 જિલ્લાઓ 90 લાખ આદિવાસી સમાજના વિકાસ માટે આ વર્ષે રૂ.14,567કરોડ જેટલી મોટી રકમની ફાળવણી કરવામાં આવી છે. જે અગાઉના વર્ષ કરતા રૂ.1290 કરોડ એટલે કે 9.71 % વધુ છે.
આદિજાતિ વિભાગમાં રૂ.281 કરોડનો વધારો કરી ચાલુ વર્ષે તે રૂ.2481 કરોડનું કરવામાં આવ્યું એટલે કે, ગત વર્ષની સરખામણીમાં તેમા પણ 12.77 ટકા નો વધારો કરવામાં આવ્યો.છે .આ વર્ષે 66 જેટલી નવી બાબતો માટે રૂ.326 કરોડ ફાળવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. પ્રથમ 5 વર્ષમાં રૂ 15 હજાર કરોડની જોગવાઇ સામે રૂ. 17 હજાર કરોડ વાપર્યા હતા.

બીજા તબક્કાના પાંચ વર્ષ માટે 40 હજાર કરોડની જોગવાઇ સામે રૂ.42 હજાર કરોડ રૂપિયા ફાળવેલ છે. અત્યાર સુધીમાં ભાજપ સરકારે છેલ્લા 22 વર્ષમાં રૂ.80 હજાર કરોડ આદિવાસીઓ માટે ફાળવ્યા છે. વન અધિકારના કાયદાના અમલ પછી આ સરકાર દ્વારા 88198 લાભાર્થીઓને 1 લાખ 39 હજાર એકર જંગલની જમીનના આદેશપત્રો આપવામાં આવ્યા છે. એટલું જ નહીં 4659 સામુદાયિક દાવાઓ મંજૂર કરી જેના સામે 11 લાખ 60 હજાર એકર વન જમીનના અધિકારો આપવામાં આવ્યા છે.

આદિજાતિ વિસ્તારોમાં 6 મોટી સિંચાઇ યોજનાઓ માટે અંદાજે કુલ રૂ.2900 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમા પીવાના પાણી માટે અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ વિસ્તારોમાંને કુલ રૂ.655 કરોડની જોગવાઇ આ બજેટમાં કરવામાં આવી છે. નલ સે જલ અભિયાન દ્વારા આદિવાસી વિસ્તારોમાં વર્ષ 2001 માં કુલ 48 હજાર જેટલા જ કુટુંબોને નળથી પાણી આપવામાં આવતુ હતું. હાલમાં આ સંખ્યામાં વધારો થઇ કુલ 11 લાખ 30 હજાર જેટલા પરિવારોને નળથી પાણી મળે છે.

વધુમા જણાવ્યુ હતુ કે, જ્યારે દૂધ સંજીવની યોજના હેઠળ આદિવાસી બાળકોના શિક્ષણની સાથે શારીરિક, માનસીક વિકાસ થાય તેના આરોગ્યમાં સુધારો થાય, તે માટે રાજય સરકાર દ્વારા દુધ સંજીવની યોજના હેઠળ 8891 પ્રાથમિક શાળામાં ભણતા 10 લાખ 48 હજાર લાખ જેટલા બાળકોને અઠવાડીયામાં પાંચ દિવસો 140 કરોડનું દૂધ ખરીદીને આપવામાં આવી રહ્યું છે. જ્યારે આદિજાતિ બાળકો માટે આ સરકાર પ્રિ.એસ.એસ.સી., ગણવેશ સહાય,પોસ્ટ મેટ્રીક વગેરે જેવી કુલ 1112 કરોડની શિષ્યવૃત્તિ ચુકવવા માટે આ બજેટમાં ખાસ જોગવાઇ કરી છે.
આદિજાતિ બજેટના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે આદિજાતિ તાલુકામાં 24 આદર્શ નિવાસી શાળામાં શરૂ કરવાનું આયોજન છે. જે પૈકી મિશ્ર શાળાઓ 18, કન્યા માટે 5 અને કુમાર માટે 1 નવી શાળા મંજૂર કરવામાં આવી છે.

આ ઉપરાંત આદિજાતિના વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે વસાવાએ જણાવ્યું કે, વિદેશ જઇ ભણવા માગતો હોય તો વિદેશ અભ્યાસ લોન પેટે 4 ટકાના ઓછા વ્યાજે રૂ.15 લાખ સુધી આપવામાં આવે છે. 2018-19ના વર્ષમાં 26 વિદ્યાર્થીઓને વિદેશ ભણવા મોકલ્યા. અને તેમને રૂ.270 લાખની લોન આપવામાં આવી છે. અગાઉના વર્ષના 18 વિદ્યાર્થીઓને 397.51 લાખની લોન આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details