ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં લગ્નના વરઘોડા દરમિયાન સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ, એક આરોપીની ધરપકડ

વડોદરા જિલ્લાના એક ગામે 3 હવસખોર નરાધમો દ્વારા સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની પોલીસ ફરિયાદને પગલે સમગ્ર પંથકમાં ભારે ઉહાપોહ મચ્યો હતો. સગીરાના પિતાની ફરિયાદને પગલે પોલીસે 1 નરાધમ યુવકને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય બે યુવકો ફરાર થઈ જતાં પોલીસે શોધખોળ હાથ ધરી છે.

વડોદરામાં લગ્નના વરઘોડા દરમિયાન સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ
વડોદરામાં લગ્નના વરઘોડા દરમિયાન સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ

By

Published : May 28, 2021, 7:49 PM IST

  • વડોદરાના એક તાલુકામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ
  • લગ્ન પ્રસંગે નીકળેલા વરઘોડામાં ગયેલી 13 વર્ષીય સગીરા પર 3 નરાધમો દુષ્કર્મ આચરી ફરાર
  • પોલીસે એક આરોપીની કરી ધરપકડ

વડોદરાઃ જિલ્લાના એક ગામે ગુરુવારે રાત્રે ગામમાં લગ્ન પ્રસંગનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં ગામમાં રહેતી 13 વર્ષીય સગીરા ગઈ હતી. આ દરમિયાન વરઘોડો મંદિર પાસેના ફળિયામાં રોકાયો હતો, જ્યાં સગીરા મંદિરના ઓટલા પર થાકી ગઈ હોવાથી બેસી ગઈ હતી. આ દરમિયાન ગામનો યુવક તેની પાસે ધસી આવ્યો હતો અને મારી સાથે ચાલ તેમ કહી મંદિરની પાછળના ભાગે આવેલ ઝાડીઓમાં ખેંચીને લઈ ગયો હતો. આ દરમિયાન ઝાડીઓમાં અન્ય 2 યુવાનો પણઆવી ચડ્યા હતા અને ત્રણેય નરાધમોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે શિકાર બનેલી સગીરાએ બુમરાણ મચાવી મૂકી હતી. જો કે, વરઘોડામાં ઘોંઘાટ હોવાથી સગીરાનો અવાજ ગામના લોકો સાંભળી શક્યા નહોતા. જેથી નરાધમો સગીરાને પીંખી નાખી સ્થળ પરથી ફરાર થયા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદમાં પાડોશીએ કરી યુવતીની છેડતી, પોલીસે કરી ધરપકડ

પિતાની ફરિયાદને પગલે પોલીસે એક નરાધમની ધરપકડ કરી

સગીરાના માતાપિતાને જાણ થતાં સગીરાના પિતાએ 181 મહિલા અભિયમ હેલ્પલાઇન ઉપર ફોન કરી સામૂહિક દુષ્કર્મની વાત કરી હતી. ત્યારબાદ પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રાત્રી દરમિયાન એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 2 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. નાનકડા ગામમાં રાત્રી દરમિયાન સામૂહિક દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચ્યો હતો. સગીરાના પિતાએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં લગ્ન પ્રસંગ હતો. જેનો વરઘોડો નીકળ્યો હોવાથી મારી નાની દીકરી તે વરઘોડામાં ગઈ હતી. વરઘોડો અડધો થયા પછી મંદિરે ગયા હતા, જ્યાં મારી નાની દીકરીને કેટલાક યુવકો ઊંચકીને લઈ ગયા અને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જેની અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જ્યારે ડેસર પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ટ્યૂશન ટીચરના પતિએ 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારતા ધરપકડ

ABOUT THE AUTHOR

...view details