ગુજરાત

gujarat

ETV Bharat / state

Unseasonal Rain : કમોસમી વરસાદની સહાય માટે ઓફલાઇન અરજી, કેટલા જિલ્લાના ખેડૂતોને મળશે લાભ જૂઓ

કમોસમી વરસાદને લઈને રાજ્ય સરકારે 100 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી.જેના માટે ખેડૂતો પાસેથી ઓફલાઈન અરજી સરકારે સ્વીકારવાનું શરૂ કર્યું હતું. ત્યારે અત્યાર સુધી સરકાર પાસે 28,000 જેટલા ખેડૂતોની અરજી પ્રાપ્ત થઈ છે. ત્યારે સરકારે ક્યાં જિલ્લામાં અને કેટલી સહાય આપવાની જાહેરાત કરી છે જૂઓ.

Unseasonal Rain : કમોસમી વરસાદની સહાય માટે ઓફલાઇન અરજી, કેટલા જિલ્લાના ખેડૂતોને મળશે લાભ જૂઓ
Unseasonal Rain : કમોસમી વરસાદની સહાય માટે ઓફલાઇન અરજી, કેટલા જિલ્લાના ખેડૂતોને મળશે લાભ જૂઓ

By

Published : May 29, 2023, 7:09 PM IST

ગાંધીનગર :ગુજરાતમાં માર્ચ મહિનામાં એક વખત વરસાદ નોંધાયો હતો, સાથે એપ્રિલ અને મે મહિનામાં પણ કમોસમી વરસાદ થયો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદના કારણે થયેલી પાક નુકસાની માટે 500થી વધુ ટીમોને કાર્યરત કરી હતી. આ દરમિયાન કમોસમી વરસાદથી 13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકસાનીનો અહેવાલ પ્રાપ્ત થયો હતો, ત્યારે હવે રાજ્ય સરકારે દ્વારા 48 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી ઓફલાઈન અરજી સ્વીકારવાનું શરૂ કર્યું છે.

ઓનલાઇન નહીં પણ ઓફલાઇન અરજી :રાજ્યના કૃષિ વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે માર્ચ મહિનામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું, ત્યારે રાજ્ય સરકારે 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવી છે. જેમાં 13 જિલ્લાના 48 તાલુકામાંથી 45 હજાર જેટલા ખેડૂતોનો ટાર્ગેટ રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે. જેમાં હજી સુધી રાજ્ય સરકારને ફક્ત 28000 જેટલા જ ખેડૂતોની અરજી પ્રાપ્ત થઈ છે અને જ્યાં સુધી ખેડૂતો પ્રમાણમાં અરજી ન થાય ત્યાં સુધી આ સહાય પેકેજ શરૂઆત રાખવામાં આવશે, જ્યારે સરકાર દ્વારા અરજી કરવાની કોઈપણ છેલ્લી તારીખ એટલે કે ડેડ લાઈન રાખી નથી.

ક્યાં જિલ્લાના ખેડૂતોને મળશે સહાય :રાજ્ય સરકાર દ્વારા કરી સર્વેમાં ગુજરાતના રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, બનાસકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ જેવા કુલ 13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકસાનીનો સર્વે અંગેનો અહેવાલ રાજ્યના કૃષિ વિભાગના પ્રાપ્ત થયો હતો, ત્યારે આ 13 જિલ્લા ના 48 તાલુકાના 45000 જેટલા ખેડૂતોને રાજ્ય સરકારને પાક નુકસાની સહાય પ્રાપ્ત થશે. જ્યારે હાલમાં આ કામગીરી ઓફલાઈન કાર્યરત છે અને આનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમુનામાં ગામ નંબર તલાટીનો વાવેતરનો દાખલો સહિતના પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને અરજી કરવાની જાહેરાત કરી હતી.

સરકારે સહાયની રકમ કેટલી કરી છે જાહેર :રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને અધ્યક્ષતામાં પાંચ મે 2023ના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં સરકારે સહાયની રકમ નક્કી કરી હતી. આ બાબતે રાજ્યના પ્રવક્તા પ્રધાન રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે, માર્ચ 2023માં થયેલા કમોસમી વરસાદ નુકસાન અન્વયે એસડીઆરએફ ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય સરકાર પણ સહાય આપશે, જ્યારે ખેતી અને બાગાયતી પાકો માટે મળવા પાત્ર 13,500 ઉપરાંત વધારાની 9,500 સહાય સાથે કુલ 23 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર તીર્થ અને મહત્તમ બે હેક્ટર દીઠની મર્યાદામાં રાજ્ય સરકાર સહાય આપશે, જ્યારે બાગાયતી પાકો માટે 18000 ઉપરાંત વધારાના 12,600 સહાય સાથે કુલ 30,600 હેક્ટર લેખે મહત્તમ બે હેક્ટર દીઠની મર્યાદામાં સરકારે સહાય જાહેર કરી હતી. જ્યારે ઓછામાં ઓછી 4000 રૂપિયાની સહાય પણ ચુકવવાની જાહેરાત રાજ્ય સરકારે દ્વારા કરવામાં આવી હતી.

  1. Baba Bageshwar: અમદાવાદમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું કાર્યક્રમ સ્થળ બદલાયુ
  2. Baba Bageshwar in Gujarat : સુરતમાં બાબા બાગેશ્વર જે ગોપીન ફાર્મ હાઉસમાં રોકાશે
  3. Baba Bageshwar in Gujarat: બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનને લઈ તૈયારીઓ શરૂ, સુરતમાં રોડ શૉ

ABOUT THE AUTHOR

...view details