ગુજરાત

gujarat

ETV Bharat / state

U20 Summit : ભારત મેટ્રો લાઇન ધરાવતો વિશ્વમાં બીજા નંબરે દેશ બની જશે, U20નો કાર્યક્રમમાં હરદીપસિંહ પુરીએ કહ્યું

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે U20નો કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં કેન્દ્ર સરકારના હરદીપસિંહ પુરી જણાવ્યું હતું કે, ભારત સમગ્ર વિશ્વમાં બીજા નંબરે સૌથી વધુ મેટ્રો લાઇન ધરાવતો દેશ બની જશે. તેમજ શહેરીકરણ માટેની સૌથી મોટી સમસ્યાને લઈને પણ વાત કરી હતી.

U20 Summit : ભારત મેટ્રો લાઇન ધરાવતો વિશ્વમાં બીજા નંબરે દેશ બની જશે, U20નો કાર્યક્રમમાં હરદીપસિંહ પુરીએ કહ્યું
U20 Summit : ભારત મેટ્રો લાઇન ધરાવતો વિશ્વમાં બીજા નંબરે દેશ બની જશે, U20નો કાર્યક્રમમાં હરદીપસિંહ પુરીએ કહ્યું

By

Published : Jul 8, 2023, 8:32 PM IST

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે U20નો કાર્યક્રમનું આયોજન

ગાંધીનગર :G20 અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા U20નું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની પગલે U20નો કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ખસેડવામાં આવ્યો હતો. 7 અને 8 જુલાઈના રોજ U20 અંતર્ગત અર્બન ડેવલોપમેન્ટની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દેશ-વિદેશના મેયર ગવર્નર અને 650 જેટલા ડેલિકેટ હાજર થયા હતા. આ દરમિયાન કેન્દ્ર સરકારના હાઉસિંગ એન્ડ અર્બન અફેરના પ્રધાન હરદીપસિંહ પુરીએ નિવેદન આપ્યું હતું કે, જો દેશમાં સારી સરકાર હશે. તો જ સારું શહેરીકરણ થશે અને શહેરીકરણમાં સૌથી મોટી સમસ્યા જગ્યાઓની છે.

ભારત દેશમાં વર્ષ 2014 સુધીમાં ફક્ત 240 કિલોમીટર મેટ્રો લાઇન હતી. જે 2023માં હાલની પરિસ્થિતિ મુજબ કુલ 800 કિલોમીટરની મેટ્રો લાઇન છે, જ્યારે હજુ 1000 કિલોમીટરની મેટ્રો લાઇન અંડર કન્સ્ટ્રક્શન હેઠળ છે, આ પ્રોજેકટ પૂર્ણ થશે, ત્યારે ભારત દેશ સમગ્ર વિશ્વમાં બીજા નંબરે સૌથી વધુ મેટ્રો લાઇન ધરાવતો દેશ બની જશે. જ્યારે શહેરીકરણમાં વર્ષ 2004થી 2014 સુધીમાં 1,57,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું, પરંતુ 2014થી અત્યાર સુધીમાં ભારત દેશમાં શહેરીકરણ માટે 98 બિલિયનનું રોકાણ કરવામાં આવ્યું હતું, જ્યારે હાલમાં શહેરીકરણ માટેની સૌથી મોટી સમસ્યા (સ્પેસ) જગ્યાની છે. - હરદીપસિંહ પુરી (હાઉસિંગ એન્ડ અર્બન અફેર ના પ્રધાન)

શહેરીકરણમાં અમદાવાદનું ઉદાહરણ અપાયું :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કિરીટ પરમાર US અંતર્ગત અર્બન ડેવલોપમેન્ટની ચર્ચા પર નિવેદન આપ્યું હતું કે, અમદાવાદ માટે આ એક ઐતિહાસિક વર્ષ છે અને યુ ટ્વેન્ટીમાં અમદાવાદને તક આપવામાં આવી છે, જ્યારે અમદાવાદ ગ્લોબલ શેરીકરણની સમસ્યા પર ચર્ચા કરવા માટેનું એક પ્લેટફોર્મ સમગ્ર વિશ્વને તૈયાર પાડ્યું છે, જ્યારે અમદાવાદમાં છેલ્લા 20 વર્ષમાં થયેલા ફેરફાર, લોકોને સુવિધાઓ માટેનું ટ્રાન્સપોર્ટેશન, બીઆરટીએસની સુવિધા, ઓક્સિજન પાર્ક, રિવરફ્રન્ટ પાર્ક, આવાસ યોજના, સ્વચ્છતા બાબતનું પણ પ્રેઝન્ટેશન U20ની બેઠકમાં આપવામાં આવ્યું છે.

મહિલાઓ, યુથ, બાળકો શહેરીકરણના મહત્વના પાસા :કેન્દ્ર સરકારના હાઉસિંગ એન્ડ અર્બન અફેરના પ્રધાન હરદીપસિંહ પુરીએ શહેરીકરણ માટે મહિલાઓ બાળકો અને આજનું યુદ્ધ ખૂબ જ મહત્વના પાસા તરીકેનું સ્થાન આપ્યું છે, જ્યારે સાચું શહેરીકરણ મહિલાઓની ભાગીદારીથી થશે, જ્યારે વર્ષ 2014 બાદ કેન્દ્ર સરકાર જનધન ખાતાની શરૂઆત કરી હતી. તેમાં ફક્ત 86 ટકા બેન્ક ખાતા મહિલાઓના છે, જ્યારે હાલમાં શહેરીકરણમાં પાણીની સમસ્યાઓ પણ છે, આ માટે કેન્દ્ર સરકારે 500 નાના મોટા શહેરમાં અમૃત સરોવર યોજના અમલી કરી છે. જ્યારે સુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વર્ષ 2014 સુધીમાં 17 પાણીનું વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસ થતી હતી. જે હાલમાં 70 ટકા પાણીની સુએજ વોટર ટ્રીટમેન્ટ કરવામાં આવી છે. જ્યારે આવનારા ભવિષ્યમાં 100 ટકા પાણીનું સુએજ ટ્રીટમેન્ટ કરવામાં આવશે. જ્યારે 70 ટકા વસ્તી હાલમાં શહેરમાં વસે છે.

  1. U20 Summit: દેશ-વિદેશના ડેલિગેટ્સે ગાંધી આશ્રમની મુલાકાત લીધી
  2. U20 Summit: લોકલ મુદ્દે નહીં પણ આંતરરાષ્ટ્રીય મુદ્દે U20માં ચર્ચા : ડે.મ્યુ.કમિશ્નર

ABOUT THE AUTHOR

...view details