ગાંધીનગર : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ આશારામ આશ્રમમાં વર્ષ 2001 માં થયેલ દુષ્કર્મ મામલે પીડિતાએ સુરત પોલીસમાં આશારામ, આશારામના પત્ની, દીકરી, આશ્રમ સંચાલિકા સહિત 7 લોકો પર દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં વર્ષ 2013 થી ગાંધીનગર કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. જેમાં આજે ગાંધીનગર કોર્ટ દ્વારા 7માંથી 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ કેસમાં જ્યારે ફક્ત આશારામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર કોર્ટ 31 જાન્યુઆરીએ બપોરે 3.30 કલાકે કોર્ટ સજા સંભળાવશે. જ્યારે સરકારી વકીલે ભોગ બનનાર મહિલાએ આરોપી પક્ષ વળતર ચૂકવે તેવી રજૂઆત કરી હતી. 2013ના આ કેસમાં આસારામને આઈપીસીની 6 કલમો હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા છે.
આ પણ વાંચો Asaram Rape Case: કોર્ટ આસારામને આજે સજા સંભળાવશે,13 વર્ષના કેસનો ફૈસલો
સરકારી વકીલે કેવી કરી દલીલ : મુખ્ય સરકારી વકીલ આર.સી. ખોડેકરે કોર્ટમાં સજા બાબતે બંને પક્ષકારના વકીલોએ દલીલ કરી હતી. જેમાં મુખ્ય સરકારી વકીલ આર.સી.ખોડેદરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આરોપી આસારામે મહિલા જગતને શરમાવે તેવી ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે કોર્ટ કોઈ પણ પ્રકારની દયા રાખવી ના જોઈએ. આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા થવી જોઈએ ઉપરાંત તેઓએ અન્ય મહિલાઓ સાથે પણ દુષ્કર્મ અને દુષ્કર્માના પ્રયાસ ભૂતકાળમાં કર્યા છે. જેથી આરોપીને કડકમાં કડક અને સખતમાં સખત સજા થાય સાથે જ આરોપી જીવનના અંતિમ શ્વાસ સુધી સજા ભોગવે તેવી દલીલો સરકારી વકીલે કોર્ટ સમક્ષ કરી હતી.