10,000 જેટલા પોલીસકર્મી બંદોબસ્તમાં ગાંધીનગર : રાજ્યમાં 15 ઓક્ટોબરથી નવલી નવરાત્રી શરૂ થઈ રહી છે ત્યારે નવરાત્રીમાં કોઈ પણ પ્રકારની ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા અગમચેતી દાખવીને ગાંધીનગર રેન્જ દ્વારા ખાસ નવરાત્રીઓની તૈયારી કરવામાં આવી છે. જેમાં 10,000 જેટલા પોલીસ કલચારીઓ ફરજ બજાવશે, સાથે જ મહિલા પોલીસ પણ ગરબા રમતા રમતા અસામાજિક તત્વો ઉપર પણ નજર રાખશે. ગાંધીનગરમાં 500 જેટલા ગરબાનું આયોજન થયું છે.
ગાંધીનગર રેન્જમાં 500 જેટલા પણ કોમર્શિયલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, તે તમામ ગરબાના આયોજકો સાથે અધિકારીઓ દ્વારા મીટીંગ કરવામાં આવી છે અને આયોજકો તરફથી સેફટી માટે કયા પગલાં લેવામાં આવે તે બાબતની પણ સૂચના આપવામાં આવી છે. ઉપરાંત ગરબા દરમિયાન કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સજ્જ છે. જેના માટે લગભગ 6000 થી 7000 જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ, 3000 જેટલા હોમગાર્ડ અને 2000 જેટલા જીઆરડી જવાનો નવરાત્રિના બંદોબસ્ત તહેનાત રહેશે...વીરેન્દ્રસિંહ યાદવ ( ગાંધીનગર રેન્જ આઈજી )
મહિલા અધિકારીઓ ખાસ ફરજ પર: ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવે વધુમાં જણાવ્યું હતું કે ગરબા ના સમયે કોઈ અનિચ્છનીય ઘણા ના બને ઉપરાંત ગરબામાં અસામાજિક તત્વો આવી ન જાય તેના માટે ખાનગી કપડામાં મહિલા સકોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે, મહિલા ની સીટી પણ સતત સિવિલ ડ્રેસમાં પેટ્રોલિંગ કરશે.
રસ્તાઓ પર પોલીસનું કડક ચેકીંગ :ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવે વધુમાં જણાવ્યું હતું કે ગરબા દરમિયાન રાત્રે નશામાં ધૂત લોકોને પકડવાની કામગીરી કરવામાં આવશે. જેમાં રોડ રસ્તાઓ ઉપર પણ પોલીસનું સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે. કોઈપણ પ્રકારના અસામાજિક તત્વો નશો કરેલા હશે તો તેમના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે ગાંધીનગર રેન્જમાં સમાવિષ્ટ થયેલ મહેસાણા, ગાંધીનગર જિલ્લો, અરવલ્લી જિલ્લામાં પણ બ્રેથ ગ્રેટ એનેલાઇઝર દ્વારા નશા કરનારા વિરુદ્ધ કામગીરી કરવામાં આવશે.
અમદાવાદ જિલ્લામાં વિશેષ આયોજન :અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્ય એસપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં 10 થી 12 જગ્યાએ ખાનગી પાર્ટી પ્લોટ અને 107થી વધુ જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ ગ્રામ્યમાં 1400 થી 1500 જેટલા પોલીસ જવાનો, હોમગાર્ડ અને જીઆરડી જવાનો તહેનાત કરવામાં આવશે, આમ અમદાવાદ ગ્રામ્યમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવના બને તે માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ સજ્જ છે.
- Rushikesh Patel Appeal : આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલની અપીલ, 30 વર્ષની ઉંમર બાદ તમામ લોકો મેડિકલ ચેકઅપ કરાવે
- Navratri Heart Attack Case : ગરબે ઘુમતા ખેલૈયાઓ માટે ETV BHARAT નો વિશેષ અહેવાલ, જાણો હાર્ટ એટેકથી બચવાના ઉપાય
- Navratri 2023: ગરબા આયોજકોએ ફરજીયાત એમ્બ્યુલન્સ રાખવી પડશે, હોસ્પિટલમાં તબીબી સેવાઓ રાઉન્ડ ધ કલોક કાર્યરત