ગુજરાત

gujarat

ETV Bharat / state

DGPને રજૂઆત કરવા જાય તે પહેલાં જ ગાંધીનગર પોલીસે પાલ આંબલિયાની કરી અટકાયત - ગાંધીનગર પોલીસ

રાજ્યમાં ખેડૂતોના મુદ્દે આંદોલન ચાલાવી રહેલા ખેડૂત આગેવાન પાલ આંબલિયાની રાજકોટ પોલીસ દ્વારા ધરપકડ કરીને માર માર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે બાબતે પાલ આંબલિયાએ રાજકોટના પોલીસ અધિકારી ગઢવી અને સરવૈયા વિરુદ્ધ પોલીસ ફરિયાદની માંગ કરી હતી.

Etv Bharat, GujaratI News, Pal Ambaliya
ડીજીપીને રજૂઆત કરવા જાય તે પહેલાં જ ગાંધીનગર પોલીસે પાલ આંબલિયાની કરી અટકાયત

By

Published : Jun 8, 2020, 4:36 PM IST

ગાંધીનગર: રાજ્યમાં ખેડૂતોના મુદ્દે આંદોલન ચાલાવી રહેલા ખેડૂત આગેવાન પાલ આંબલિયાની રાજકોટ પોલીસ દ્વારા ધરપકડ કરીને માર માર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે બાબતે પાલ આંબલિયાએ રાજકોટના પોલીસ અધિકારી ગઢવી અને સરવૈયા વિરુદ્ધ પોલીસ ફરિયાદની માંગ કરી હતી, પરંતુ આ બાબતે રાજકોટ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા પાલ આંબલિયા ગાંધીનગર DGPને રજૂઆત કરવા આવ્યા હતા તે પહેલાં જ પોલીસે પાલ આંબલિયાની અટકાયત કરી હતી.

પાલ આંબલિયાની કરી અટકાયત
પાલ આંબલિયાએ મીડિયાને સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટમાં જ્યારે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલિસે અટકાયત કર્યા બાદ પોલીસે ઢોર માર માર્યો હતો. જેમાં રાજકોટ પોલીસના અધિકારી સરવૈયા અને ગઢવી વિરુદ્ધ ફરિયાદ દાખલ માટેની કાર્યવાહી કરવામાં આવી હતી અને જેના સીસીટીવી પણ હતા. જ્યારે સોમવારે સીસીટીવી અને તમામ કાગળ ગુમ થઈ ગયા છે.

રાજકોટ પોલીસ દ્વારા કર્મચારીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે સંદર્ભે સોમવારે DGPને ફરિયાદ કરવા પાલ આંબલિયા ગાંધીનગર એમ.એલ.એ કવાટર્સથી નીકળ્યા અને ગણતરીની સેકન્ડોમાં જ પાલ આંબલિયાની પોલીસે અટકાયત કરી હતી.

આમ, ડીજીપી શિવાનંદ ઝા સુધી એટલે કે, ડીજીપી ઓફીસ પહોંચે તે પહેલાં જ MLA કવાટર્સના દરવાજા પાસે જ પાલ આંબલિયાની અટકાયત કરીને સેકટર 21 પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા.

ABOUT THE AUTHOR

...view details