ગુજરાત

gujarat

ETV Bharat / state

Recruitment Scam: પરીક્ષા પહેલાં એપોઇન્ટમેન્ટ લેટર? ફોરેસ્ટ ગાર્ડ ભરતીમાં કૌભાંડની તપાસની માગ કરતા યુવરાજસિંહ જાડેજા

નકલીના રાફડાની ગણતરીમાં આ વધુ એક કૌભાંડ યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા સામે મૂકવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જેની ચર્ચાઓ છે તે ફોરેસ્ટ ગાર્ડ ભરતીમાં પરીક્ષા પહેલા જ એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવી રહ્યા હોવાના કૌભાંડનો મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Recruitment Scam: પરીક્ષા પહેલાં એપોઇન્ટમેન્ટ લેટર? ફોરેસ્ટ ગાર્ડ ભરતીમાં કૌભાંડની તપાસની માગ કરતા યુવરાજસિંહ જાડેજા
Recruitment Scam: પરીક્ષા પહેલાં એપોઇન્ટમેન્ટ લેટર? ફોરેસ્ટ ગાર્ડ ભરતીમાં કૌભાંડની તપાસની માગ કરતા યુવરાજસિંહ જાડેજા

By ETV Bharat Gujarati Team

Published : Jan 1, 2024, 7:53 PM IST

કૌભાંડનો મોટો આક્ષેપ

ગાંધીનગર : ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાય દિવસથી વડાપ્રધાન કાર્યાલયના કર્મચારી નકલી ઓફિસર, ગૃહ પ્રધાનના નકલી પીએ, નકલી સરકારી કચેરી, નકલી સીઆઇડી ઓફિસર બાદ હવે નકલી ઓફર લેટર અને જોબ સ્કેમ પણ સામે આવ્યા છે જેમાં યુવા આંદોલનકારી યુવરાજસિંહ જાડેજાએ ફોરેસ્ટ ગાર્ડ ભરતીમાં પરીક્ષા પહેલા જ એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવી રહ્યા હોવાનું કોભાંડ નો મોટો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત યુવરાજસિંહ જાડેજાએ અમુક પુરાવા સાથે પોતાની વાતને રજૂઆત કરી હતી.

કેન્દ્ર સરકારની ભરતીમાં કૌભાંડ : યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકારની ભરતીના નામે યુવાનોને અમુક ચોક્કસ નંબરો પરથી ફોન કરવામાં આવે છે. તેઓને ફોરેસ્ટ ગાર્ડ ભરતીમાં પરીક્ષા પહેલા જ એપોઇન્ટમેન્ટ લેટર આપવાની ઓફર પણ કરવામાં આવી રહ્યો છે. ફોરેસ્ટ ગાર્ડ નોકરીના નકલી એપોઇન્ટમેન્ટ લેટર આપવાનું આ એક મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. 500 રુપિયાનું પ્રથમ ટ્રાન્ઝેક્શન કર્યા બાદ 2500 અને ત્યારબાદ 3000 રૂપિયા ટ્રાન્સફર કરાવાય છે. જેમાં ગુજરાતમાં અનેક યુવાનો પાસેથી આ પ્રકારે રૂપિયા પડાવ્યા હોવાનું આક્ષેપક યુવરાજસિંહ જાડેજાએ કર્યો હતો. જ્યારે ભોગ બનનાર યુવાનો ગાંધીનગરના આસપાસના હોવાનું સામે આવ્યું છે. 27000 પગાર, રેલવે ભરતીની બોગસ સાઇટ પણ કાર્યરત છે.

યુવાનોને 27 હજાર રૂપિયાની પગારની ઓફર કરવામાં આવે છે અને google પેના માધ્યમથી પેમેન્ટ પણ કરાવવામાં આવે છે. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડમાં પણ ફેક વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. જેમાં અનેક યુવાનોને એપોઇન્ટમેન્ટ લેટર પણ મોકલાઈ રહ્યા છે. સાથે જ મેડિકલ માટે લેટર ઇસ્યુ કરવાથી માંડીને તેમને રૂબરૂમાં પણ બોલાવવામાં આવી રહ્યાં છે. આમ વેસ્ટર્ન રેલવેમાં પણ નોકરીની લાલચ આપીને યુવાનો પાસેથી રૂપિયા ખંખેરવાનું આયોજન બંધ કાવતર ગુજરાતમાં થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે... યુવરાજસિંહ જાડેજા ( યુવા નેતા )

સરકાર બોગસ નોકરી કૌભાંડમાં તપાસ કરે :જાડેજા વધુમાં જણાવ્યું હતું કે ગાંધીનગરની આસપાસના અનેક યુવાનો વેસ્ટર્ન રેલવે અને ફોરેસ્ટ વિભાગમાં નોકરી મેળવવા માટે ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે અને નકલી એપાર્ટમેન્ટ લેટર પણ આપવામાં આવી રહ્યા છે. ત્યારે આ બાબતે રાજ્ય સરકારે પણ તપાસ કરવી જોઈએ.

  1. Sarkari Bharti 2023: રાજ્યના યુવાનો માટે ખુશીના સમાચાર, સરકારે 5000 જગ્યાઓ પર ભરતી જાહેર કરી
  2. રાજ્ય સરકાર હવે હેલિકોપ્ટર માટે પાયલોટની ભરતી કરશે : ઋષિકેશ પટેલ

ABOUT THE AUTHOR

...view details