ગાંધીનગર : ગાંધીનગર દેશના છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ફ્લેગશીપ યોજનાઓની માહિતી અને લાભો પહોંચાડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા 2023 શરૂ કરવામાં આવી છે. આ સંકલ્પ યાત્રાને સમગ્ર ગુજરાતમાંથી વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.
જમીન રેકોર્ડ ડિજિટલાઇઝ : આ યાત્રા અંતર્ગત 3 ડિસેમ્બરના રોજ 2,074 ગ્રામ પંચાયતોના 100 ટકા જમીન રેકોર્ડ ડિજિટલાઇઝ કરવામાં આવ્યા છે. 1520 ગ્રામ પંચાયતોમાં તમામ 100 ટકા લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. જલ જીવન મિશન હેઠળ 2,165 ગ્રામ પંચાયતોને 100 ટકા આવરી લેવામાં આવી છે. જ્યારે પીએમ જન ધન યોજના હેઠળ 1,603 ગ્રામ પંચાયતોને 100 ટકા આવરી લેવામાં આવી છે. આ સિવાય 1,914 ગ્રામ પંચાયતોને PM કિસાન યોજના હેઠળ 100 ટકા સાંકળી લેવામાં આવી છે.
યાત્રા દરમિયાનની કામગીરી : આ ઉપરાંત સંકલ્પ યાત્રામાં 3 ડિસેમ્બરના રોજ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના 88, ભરૂચના 83, છોટાઉદેપુરના 26, ડાંગના 76, દાહોદના 242, નર્મદાના 90, સુરતના 142, વલસાડના 92, મહેસાણાના 103, પાટણના 88, બોટાના 56 સુરનગરમાંથી 117, મોરબીમાંથી 66, પોરબંદરમાંથી 43, કચ્છમાંથી 120, અમરેલીમાંથી 100, રાજકોટમાંથી 95, જામનગરમાંથી 75, ગીર સોમનાથમાંથી 60, જૂનાગઢમાંથી 80, દેવભૂમિ દ્વારકામાંથી 32, અમદાવાદમાંથી 65, ભાવનગરમાંથી 65 , આણંદ. અરવલ્લીમાંથી 49, ગાંધીનગરમાંથી 22, ખેડા અને મહીસાગરમાંથી 24, નવસારીમાંથી 40, પંચમહાલમાંથી 44, સાબરકાંઠામાંથી 24, વડોદરા જિલ્લામાંથી 60 અને 2,330 ગ્રામ પંચાયતોમાં આશરે 7,09,819 ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. આ યાત્રા દરમિયાન રાજ્યમાં કુલ 6.49 લાખથી વધુ નાગરિકોએ શપથ લીધા હતા. આ પ્રસંગે 1,35,712 નવા આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતા, જેમાંથી 78,775 કાર્ડનું વિતરણ યાત્રા દરમિયાન સ્થળ પર જ કરવામાં આવ્યું હતું.
આરોગ્યની તપાસ : આ યાત્રા દરમિયાન વિવિધ ગામોમાં આયોજિત આરોગ્ય શિબિરોમાં કુલ 3,15,317 નાગરિકોએ તેમના આરોગ્યની તપાસ કરાવી હતી. વધુમાં, 1,71,081 વ્યક્તિઓને ટીબી રોગ માટે અને 45,108 વ્યક્તિઓને સિકલ સેલ માટે તપાસવામાં આવી હતી. ' મારું ભારત ' હેઠળ કુલ 19,236 સ્વયંસેવકો નોંધાયા હતા. જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 15,810 નામ નોંધાયા છે. 7,644 મહિલાઓ, 9,136 વિદ્યાર્થીઓ, 1,953 ખેલાડીઓ અને 1,854 સ્થાનિક કલાકારોનું સન્માન કરવામાં આવ્યું છે.
મેરી કહાની મેરી જુબાની અભિયાન :આ ઉપરાંત ' મેરી કહાની મેરી જુબાની ' હેઠળ 14,415 લાભાર્થીઓએ તેમના પ્રતિભાવો આપ્યા છે. ખાસ 'સોઇલ હેલ્થ કાર્ડ' અભિયાન હેઠળ 1,417 ગામોમાં ડ્રોન પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને 5,593 પ્રદર્શનો હાથ ધરવામાં આવ્યા હતા. રાજ્યના 21,062 ઓર્ગેનિક ખેડૂતો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતની 2,095 ગ્રામ પંચાયતો ઓડીએફ પ્લસ જાહેર કરવામાં આવી છે તેમ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સ્ટેટ નોડલ ઓફિસર ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
- કચ્છના માંડવીમાં કોંગ્રેસ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વિરોધ, જાણો શા માટે
- 'વિકસિત ભારત સંકલ્પ' યાત્રા ભૂજના કુનરીયા પહોંચી, 150 જેટલા લોકોને યોજનાઓનો સીધો લાભ મળ્યો