ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરમાં સીએની સંસ્થાના કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને કેન્દ્રીય ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલ દ્વારા મહત્ત્વના નિવેદન - સીએ

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું મહત્વ અને કામગીરી બાબતે ગાંધીનગરમાં મહત્ત્વનો કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને કેન્દ્રીય ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલ દ્વારા મહત્ત્વનું નિવેદન કરવામાં આવ્યું હતું. દેશમાં સીએ પ્રોફેશનલ્સની સંખ્યા વધારવાને લઇને ખાસ ચર્ચા કરવામાં આવી હતી.

ગાંધીનગરમાં સીએની સંસ્થાના કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને કેન્દ્રીય ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલ દ્વારા મહત્ત્વના નિવેદન
ગાંધીનગરમાં સીએની સંસ્થાના કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને કેન્દ્રીય ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલ દ્વારા મહત્ત્વના નિવેદન

By ETV Bharat Gujarati Team

Published : Nov 24, 2023, 7:48 PM IST

સીએ બનાવવા બાળકોને એડોપ્ટ કરવાનું નિવેદન

ગાંધીનગર : આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને કેન્દ્રીય ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલ ઉપસ્થિત રહ્યાં હતાં. ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટ કન્વેન્શનના કાર્યક્રમમાં ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું શું મહત્વ છે તે બાબતની ખાસ ચર્ચા અહીં કરવામાં આવી હતી.

ICAI દ્વારા CA સંખ્યા વધારવા ખાસ આયોજન : ગુજરાત અને દેશના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું મહત્વ અને કામગીરી બાબતે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ચર્ચા કરવામાં આવી હતી. તેહાલમાં એકાઉન્ટની વાત કરવામાં આવે તો આ એક ગ્લોબલ પ્રોફેશન છે. આજના કાર્યક્રમમાં 150 ડેલિગેટ કે જે અલગ અલગ 28 દેશમાંથી ગુજરાત આવ્યા છે અને કુલ 4400 જેટલા ડેલિગેટ મહાત્મા મંદિર ખાતે હાજર રહ્યા હતાં. આ તમામ લોકો ચાર્ટડ એકાઉન્ટન્ટના પ્રોફેશન સાથે જોડાયેલાં હતાં.તેમાં કેન્દ્રીય ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે આવનારા 25 વર્ષના આયોજન બાબતે ટીપ્પણી કરી હતી.

એક મિલિયન જાહેર જનતા વચ્ચે એક લાખ સીએ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત ચાર્ટર્ડ એકાઉન્ટની સંખ્યામાં વધારો થાય અને યુવાનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને તેને ધ્યાનમાં લઈને તમામ સીએ ગ્રામ્ય વિસ્તારના એક બાળકને એડોપ્ટ કરે, તેના મેન્ટર બને, ગાઈડ કરે અને CA બનાવે. જો આવું થાય તો ભારત દેશમાં સીએની સંખ્યા ખૂબ વધશે. જો આવો નિયમ આઈસીઆઈ દ્વારા કરવામાં આવે તો હું પોતે પ્રથમ બાળકને એડોપ્ટ કરીશ અને આ માટે ખાસ ICAI દ્વારા પોર્ટલ પણ શરૂ કરવામાં આવે. જેથી કેટલા CA બાળકોને એડોપ્ટ કર્યા છે તેની વિગતો સામે આવે...પીયૂષ ગોયલ (કેન્દ્રીય ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલ)

84,000 સીએ દ્વારા વિદેશમાં પ્રેક્ટિસ :કેન્દ્રીય ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે કાર્યક્રમમાં જાહેરમાં નિવેદન આપ્યું હતું કે હાલમાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 4400 ડેલિગેટ કે જેઓ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તેઓ હાજર રહ્યા છે. ત્યારે વિદેશમાં કુલ 84000 ચાર્ટર્ડ એકાઉન્ટ હાલ પ્રેક્ટિસ કરી રહ્યા છે. ભારતમાં કુલ 4,00,000 જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તેમાં 21 ટકા મહિલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. આ ઉપરાંત 1,50,000 જેટલા વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરી રહ્યા છે. તેમાંથી 43 ટકા વિદ્યાર્થિનીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટેની તૈયારીઓ કરી રહી છે.

દેશના આર્થિક વિકાસનું એપી સેન્ટર એકાઉન્ટનું ક્ષેત્ર : જ્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે કાર્યક્રમમાં સ્પીચ આપતા નિવેદન આપ્યું હતું કે દેશમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ મહત્વનો પિલર છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રોફેશનલ એક્સચેન્જ અને ટ્રાન્જેક્શનનું એપી સેન્ટર છે.

2047માં ભારતને વિશ્વની પ્રથમ ઇકોનીમી બનાવવાની છે ત્યારે આ વિશ્વની પ્રથમ ઇકોનોમી બનવવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો રોલ ખૂબ જ મહત્વનો સાબિત થશે. કારણે કે ચાર્ટડ એકાઉન્ટન્ટ જ ભ્રષ્ટાચાર, કમિશન જેવા તત્વો વિરુદ્ધ કામગીરી કરે છે, તમે આવા લોકો વિરુદ્ધ એક્શનમાં આવો છો, જ્યારે સીએની સહીમાં ખૂબ જ તાકાત છે. એક અનોખો પાવર છે. જેમાં સરકાર પણ એ માન્ય રાખે છે....જગદીપ ધનખર ( ઉપરાષ્ટ્રપતિ )

વધુ મહત્વ આપવા તૈયારી : સાથે આઝાદી પછી હવે આવનારા ભવિષ્યમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના રોલને વધુ મહત્વ આપવા માટેના કાયદા કાનૂન બનાવવા માટે ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખડે નિવેદન કર્યું હતું.

  1. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર ગુજરાતની મુલાકાતે, ગાંધીનગર ખાતે ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શનનું ઉદ્ઘાટન કર્યું
  2. સીએ ફાઇનલનું પરિણામ જાહેર: ટોપ 25માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થી

ABOUT THE AUTHOR

...view details