ગુજરાત

gujarat

ETV Bharat / state

Gandhinagar News : 20 વર્ષ પહેલાની સ્વાગત કાર્યક્રમની સિદ્ધિને યુનાઇટેડ નેશન્સે એવોર્ડ આપી વધાવી - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ગુજરાત સરકારના ગુજરાતની જનતા સાથેના આગવા સંવાદનું માધ્યમ એવી સ્વાગત ઓનલાઇન સેવાને 20 વર્ષ પૂર્ણ થયાં છે. આ કાર્યક્રમની શરુઆત 24 એપ્રિલ 2003ના રોજ તે સમયના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવી હતી. ત્યારે સામાન્ય જનતાના પ્રશ્નોનું નિરાકરણ કરતી સ્વાગત ઓનલાઇન સેવાને યુનાઇટેડ નેશન્સ દ્વારા એવોર્ડ આપી સન્માનવામાં આવી છે.

Gandhinagar News : સ્વાગત કાર્યક્રમની સિદ્ધિને યુનાઇટેડ નેશન્સે એવોર્ડ આપી વધાવી
Gandhinagar News : સ્વાગત કાર્યક્રમની સિદ્ધિને યુનાઇટેડ નેશન્સે એવોર્ડ આપી વધાવી

By

Published : Apr 26, 2023, 3:11 PM IST

ગાંધીનગર : ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના દેશોની મુલાકાતો કરે ત્યારે તેમાંથી કંઇક આપીને તો ક્યારેક ત્યાંની નવી વ્યવસ્થાઓ વિશે જોઇજાણીને યાદ રાખતાં હોય છે જે વિશે પોતાના સંબોધનોમાં ક્યારેક જણાવતાં પણ હોય છે. તેમની આ લાક્ષણિકતાનો લાભ ગુજરાતને મળ્યો હોય તેવી અનેક પ્રકારની બાબતો શરુ કરાવી છે. વાત કરીએ ગુજરાતમાં તેઓ મુખ્યપ્રધાન તરીકે સેવારત હતાં ત્યારે 20 વર્ષ પહેલાં સરકાર અને જનતાના સંવાદનું પ્લેટફોર્મ જેવી સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમની શરુ આત કરી હતી. આ સેવાની સિદ્ધિને યુનાઇટેડ નેશન્સે સન્માનિત કરી છે.

સ્વાગત કાર્યક્રમની સિદ્ધિ : ત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 એપ્રિલ 2003ના રોજ સામાન્ય જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સ્વાગત ઓનલાઇન ફરિયાદની શરૂઆત કરી હતી જેને હવે 20 વર્ષ પૂર્ણ થયા છે. બે દાયકાની સ્વાગત ઓનલાઇન કાર્યક્રમની જ્વલંત સફળતારુપે ગુજરાત સરકારના સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમને યુએન એવોર્ડનું સન્માન મળી રહ્યું છે.

આ પણ વાંચો PM Modi: પીએમ નરેન્દ્ર મોદી 27 એપ્રિલે ગુજરાત સ્વાગત કાર્યક્રમમાં ઓનલાઇન જોડાશે

સફળતાની ઉજવણી ગુજરાત સરકાર દ્વારા સ્વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત સપ્તાહ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વાગત સપ્તાહની ઉજવણી દરમિયાન ગ્રામ પંચાયતના સરપંચો, તલાટીઓ અને નવનિયુક્તિ તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓને સીએમઓ કાર્યાલય દ્વારા ખાસ તાલીમ પણ અપાઈ છે. એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહને સરકાર દ્વારા સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.

સ્વાગતની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત તાલીમ ગુજરાત સરકારે રાજ્યની 14,515 ગ્રામ પંચાયતોના 10,095 સરપંચ 53,941 ગ્રામ પંચાયત સદસ્યો અને 18,907 તલાટીઓ અને વીસીઇ મળીને કુલ 82,943 પદાધિકારીઓ તથા કર્મચારીઓએ સ્વાગતની કાર્યપદ્ધતિ શું છે તેની વિસ્તૃત તાલીમ આપી હતી. તાલીમ કાર્યક્રમ દરમિયાન તાલુકા અને ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો પરત્વે અધિકારીઓને સંવેદનશીલ રહીને કામ કરવા અને અરજદારોની સમસ્યાઓ વિશે તાલુકાકક્ષાના અધિકારીઓ સાથે સંકલનમાં રહેવાની તાલીમ અપાઇ હતી.

આ પણ વાંચો Gandhinagar News : PM મોદીએ શરૂ કરેલ સ્વાગત, સીએમ ભૂપેન્દ્ર પટેલ કરશે સ્વાગત સપ્તાહની ઉજવણી

આ રીતે કામ કરે છે સિસ્ટમSWAGAT સિસ્ટમની વાત કરવામાં આવે તો ગામડાંઓના વિસ્ગ્રાતારોમાં લોકોની સમસ્યાઓ માટે દૂર દૂર કચેરીઓ સુધી લાંબા ન થવું પડે અને તેમના ઘરઆંગણે ઉકેલ મળે તેવા હેતુથી ગ્રામ સ્વાગત કાર્યક્રમ કરવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ દર મહિનાની પહેલી તારીખથી દસ તારીખ દરમિયાન પોતાની સમસ્યા વિશેની અરજી તલાટી કમ મંત્રીને આપવાની હોય છે. ત્યારે તેમાં જે ફરિયાદોનું નિરાકરણ તાલુકાકક્ષા કે જિલ્લાકક્ષાએ પણ થઇ શકતું નથી અથવા રાજ્યકક્ષાના અધિકારીઓના કાર્યક્ષેત્રમાં આવતા પ્રશ્નોના ઉકેલ માટે દર મહિનાના ચોથા ગુરૂવારે રાજ્ય સ્વાગત કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. આ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યપ્રધાન પોતે અરજદાર નાગરિક સાથે રૂબરૂ અથવા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સાંભળે છે અને ચર્ચા કરે છે. નાગરિકો સાથે તેમના પ્રશ્ન અંગેની વાતચીત બાદ મુખ્યપ્રધાન પોતે ફરિયાદના ઝડપી નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપે છે તેમ જ જરુરી સૂચનાઓ પણ પાઠવે છે.

ABOUT THE AUTHOR

...view details