ગાંધીનગર :રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જાહેર કરેલા નોટિફિકેશન મુજબ માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદીપ વસાવાને અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે સંદીપ વસાવા વિજય રૂપાણીની સરકાર તે એક જ વિભાગમાં માર્ગ અને મકાન વિભાગના મુખ્ય વડા એટલે કે અધિક સચિવ તરીકેની જવાબદારીમાં હતા. પરંતુ જે રીતે દોડ દસ્તાવની પરિસ્થિતિની અને રાજ્ય સરકારને મળેલી ફરિયાદ કારણે તેઓની બદલી કરાઈ હોવાનું પણ કારણ એક સામે આવી રહ્યું છે.
Gandhinagar News : માર્ગ મકાન સચિવ એસ.બી. વસાવાને GHB કમિશનર તરીકે નિયુક્ત કરાયા, અન્ય કોને કયો ચાર્જ સોંપાયો જાણો... - pramotion
વર્ષ 2017થી સતત એક જ વિભાગના અધિક સચિવ તરીકે ફરજ બજાવતા માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદીપ વસાવાની આખરે રાજ્ય સરકારે દ્વારા બદલી કરી દેવાના હુકમ કરવામાં આવ્યા છે. જ્યારે સંદીપ વસાવાની જગ્યાએ રાજ્ય સરકારે માર્ગ અને મકાન વિભાગના સચિવ તરીકે એ.કે. પટેલને પ્રમોશન આપીને વિભાગના વડા તરીકેની નિયુક્તિ કરી છે.
રાજ્યમાં અધિકારીઓની બદલી : 2 અધિકારીઓને બઢતી સાથે બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બે IS અધિકારીઓની પણ ભરતી કરવાના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં એ.કે. પટેલજેઓ જવાહર ચીફ એન્જિનિયર જીએસઆરટી તરીકે કાર્યરત હતા. તેઓને બઢતી સાથે માર્ગ અને મકાન વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત કિયાલ પરીખને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે. કે.આર. પરીકરની કલ્પસર વિભાગમાં સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે અને પરીખ SSNL મા ચીફ જનરલ મેનેજર તરીકે કાર્યરત હતા.
ગુજરાતમાં કરાઇ બદલી : ઝારખંડના IPSની ગુજરાતમાં બદલી કરવામાં આવી છે. આઈએસ અધિકારીઓની બદલી બાદ ઝારખંડમાં 2021ની બેચના સુમન નાલા આઇપીએસ અધિકારીની પણ ગુજરાતમાં બદલી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં આઇપીએસ તરીકે નિયુક્ત ઓમ પ્રકાશ જાટ (2018 ની બેચ) સાથે લગ્ન કર્યા હોવાથી ઝારખંડની મહિલા આઈપીએસ અધિકારીને ગુજરાત બદલી કરવામાં આવી છે.