ગાંધીનગર : એક સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, ગુજરાત સરકારની મદદથી ડેરી વિકાસ માટે કુલિંગ યુનિટ, ઓટોમેટિક મિલ્ક કલેકશન સિસ્ટમ, મિલ્ક એડલ્ટરેશન ડિટેકશન મશીન, દૂધઘર, ગોડાઉન અને કેટલ ફિડ ફેક્ટરી વિકસાવાઈ છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં દૂધ ઉત્પાદક સહકારી સંઘોમાં માળખાકીય સુવિધા વિકસાવવામાં અનેકવિધ પગલાં ભરવામાં આવ્યા. આ સુવિધાઓના પગલે જ રાજ્યમાં દૂધ ઉત્પાદન તેમ જ દૂધસંગ્રહ શક્તિમાં નોંધપાત્ર વૃદ્ધિ શક્ય બની હોવાનું જણાવાયું છે.
દૂધસંગ્રહ શક્તિમાં નોંધપાત્ર વૃદ્ધિ 21.62 કરોડના ખર્ચે 500 દૂધઘર : શ્વેતક્રાંતિ માટે વિશ્વ વિખ્યાત ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 5 વર્ષમાં રૂ.21.62 કરોડના ખર્ચે 500 દૂધઘર બનાવવામાં આવ્યા છે. પશુપાલન નિયામકની કચેરીમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષ દરમિયાન ગામડાની ડેરીઓમાં ખાણ, ખાતર અને અન્ય વસ્તુઓના સંગ્રહ માટે રૂ. 14.25 કરોડના ખર્ચે 328થી વધુ ગોડાઉનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
મારી પાસે 40 પશુઓ અને છે અને આ વર્ષે મેં રૂ. 34 લાખનું દૂધ બનાસ ડેરીમાં ભરાવ્યું છે. તેમનું કહેવું છે કે બનાસ ડેરીના કારણે વર્ષો-વર્ષ નફામાં વૃદ્ધિ થઈ રહી છે...રિન્કુબહેન ચૌધરી(પશુપાલ, ભાભર તાલુકાના બરવાળા)
આર્થિક સહાય અપાઇ :ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્પાદિત થતા દૂધના સંગ્રહ અને જાળવણી માટે એટલે કે ડેરી વિકાસ માટે કુલિંગ યુનિટ, ઓટોમેટિક મિલ્ક કલેકશન સિસ્ટમ, મિલ્ક એડલ્ટરેશન ડિટેકશન મશીન, દૂધઘર, ગોડાઉન અને કેટલફિડ ફેક્ટરીના વિકાસ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.
બલ્ક મિલ્ક કુલર :ગ્રામ્ય વિસ્તારોની ડેરીમાંથી ભરાતા દૂધની જાળવણી અને સંગ્રહ માટે વર્ષ 2018માં 98 અને 2019માં 95 બલ્ક મિલ્ક કુલર લગાવવામાં આવ્યા હતા. આ માટે અંદાજે રૂ. 17 કરોડથી વધુની આર્થિક સહાય કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં 4 કુલિંગ યુનિટની સ્થાપના માટે પણ રાજ્ય સરકાર તરફથી 13.75 કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.
ઓટોમેટિક મિલ્ક કલેકશન સિસ્ટમ સ્થાપી : છેલ્લા 5 વર્ષમાં આ ક્ષેત્રમાં થયેલી કામગીરી વિશે સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, ગુજરાતના ગામડાઓમાં પશુપાલકો દ્વારા ભરવામાં આવતા દૂધની ગુણવત્તાની જાળવણી માટે અને પારદર્શકતા જાળવવા માટે વર્ષ 2018માં 344 અને વર્ષ 2019માં 324 ઓટોમેટિક મિલ્ક કલેકશન સિસ્ટમ કાર્યરત કરી. મતલબ કે, 667 જેટલા ઓટોમેટિક મિલ્ક કલેકશન સિસ્ટમ સ્થાપી.
પશુ દાણ માટે 5 કરોડની સહાય કરાઇ :દૂધ ઉત્પાદનની વૃદ્ધિ માટે પશુ દાણની પણ અગત્યની ભૂમિકા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના પશુ પાલન વિભાગ દ્વારા વર્ષ 2019-20માં કેટલ ફિડ ફેક્ટરી માટે રૂ. 5 કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી.
બનાસ ડેરીએ આપેલા 20.27 ટકાનો ઐતિહાસિક ભાવવધારાથી ખુશ છીએ. કોઈ પણ ધંધામાં આવો નફો નથી. અણદાભાઈ ચૌધરી (થરાદ તાલુકાના બુઢણપુરના પશુપાલક)
પાઉડર નિકાસમાં સબસીડી : બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી કેન્દ્ર અને ગુજરાત સરકારની પ્રજાલક્ષી નીતિઓના કારણે ડેરી ક્ષેત્રમાં ક્રાંતિ સર્જાઈ છે. તેઓ ઉમેરે છે કે, ગુજરાત સરકાર મંદીના કઠીન સમયમાં પણ દૂધ સંઘોની પડખે રહી પાઉડર નિકાસમાં સબસીડી આપે છે. ગુજરાતના ગામડાઓમાં ડેરી વ્યવસાયના કારણે આમૂલ પરિવર્તન આવ્યું છે. જેમાં દૂધ-ઉત્પાદક સહકારી મંડળી અને સંઘોને માળખાગત સુવિધાઓ આપવામાં ભારત અને ગુજરાત સરકારની મહત્વની ભૂમિકા રહી છે.
- Banas Dairy : બનાસકાંઠાના પશુપાલકોમાં આનંદોનો માહોલ બનાસ ડેરીએ જાહેર કર્યો 1852 કરોડનો ભાવ વધારો
- નિરક્ષર છતાં પશુપાલન થકી કરોડોની આવક કરતા આત્મનિર્ભર નવલબેન
- Sumul Dairy : સુમુલ ડેરી ગોવા, મુંબઈ અને કોલ્હાપુરમાં દૂધ પ્લાન્ટ સ્થાપશે, ટર્નઓવર 5356 કરોડ રૂપિયા થયું