ગુજરાત

gujarat

ETV Bharat / state

Gift city liquor: 'ગાંધી'નગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી આપતી ગુજરાત સરકાર

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સિટી ગિફ્ટ સિટીને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં દારુબંધીના અમલ વચ્ચે ગિફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી,અધિકારી તેમજ અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને દારુ પીવા માટે મુક્તિ આપવામાં આવી છે. ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને કંપની જેને પરવાનગી આપે તેવા મુલાકાતીઓને વાઇન એન્ડ ડાઈનની સુવિધા આપવામાં આવશે

' ગાંધી ' નગરમાં ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી આપતી ગુજરાત સરકાર
' ગાંધી ' નગરમાં ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી આપતી ગુજરાત સરકાર

By ETV Bharat Gujarati Team

Published : Dec 22, 2023, 8:08 PM IST

Updated : Dec 23, 2023, 2:31 PM IST

ગાંધીનગર : ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સિટી ( GIFT City )એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્સપર્ટ તેમજ ગિફટ સિટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફટ સિટી વિસ્તારમાં " વાઈન એન્ડ ડાઈન" ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય લેવાયો છે.

કોને મળી છૂટછાટ : આ છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ, માલિકોને લીકર એકસેસ પરમીટ - દારુ પીવાની છૂટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી " વાઈન એન્ડ ડાઈન " આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં દારુ પી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે.

વાઇન એન્ડ ડાઈનની સુવિધા : ગિફ્ટ સિટી ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઈનની સુવિધા એટલે કે એફ.એલ.૩ પરવાના મેળવી શકશે. GIFT City ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટમાં દારુ પી શકે તેવી છૂટ અપાઇ છે. પરંતુ મહત્ત્વનું છે કે હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટ દારુની બાટલીનું વેચાણ કરી શકશે નહીં.

નિયંત્રણની કામગીરી : ગિફ્ટ સિટીમાં દારુબંધીના કાયદાના અમલમાં છૂટ મૂકવાની સમગ્ર પ્રક્રિયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય GIFT City વિસ્તાર ખાતે આવેલ એફ.એલ.૩ પરવાના ધરાવતી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં દારુ અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.

  1. Gandhinagar News: 2 ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઝ ગિફ્ટ સિટીમાં શરુ કરશે કેમ્પસ, ભારતના 1.50 લાખ વિદ્યાર્થીઓને થશે સીધો લાભ
  2. Lilavati hospital : ગિફ્ટ સિટીનું આકર્ષણ વધારવા માટે 13 માળની હાઈટેક ગ્લોબલ હોસ્પિટલનું નિર્માણ
Last Updated : Dec 23, 2023, 2:31 PM IST

ABOUT THE AUTHOR

...view details