ગુજરાત

gujarat

ETV Bharat / state

Gandhinagar News : ગાંધીનગર કોર્ટે ફરીથી એસ.કે. લાંગાના 21 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

ગાંધીનગરના પૂર્વ જિલ્લા કલેકટર એસ.કે લાંગા જમીન કૌભાંડમાં અને પોતાની સત્તાનો ગેર ઉપયોગ કરવા બદલ 15 મે 2023 ના રોજ ગાંધીનગરના સેક્ટર સાત પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. જેમાં લાંગાની રાજસ્થાનના માઉન્ટ આબુથી ધરપકડ કર્યા બાદ 13 જુલાઈના રોજ પાંચ દિવસના રિમાન્ડ આપ્યા હતા. ત્યારે આજે ફરીથી લાંગાને ગાંધીનગર કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જેમાં ગાંધીનગર કોર્ટે ફરીથી લાંગાના ચાર દિવસના રિમાન્ડ એટલે કે 21 જુલાઈ સાંજના ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 17, 2023, 9:38 PM IST

ડીવાયએસપી અમી પટેલે

ગાંધીનગર : બંને પક્ષો વચ્ચે દલીલ પૂર્ણ થયા બાદ જજ પોતાની ચેમ્બરમાં ગયા હતા અને ત્યારબાદ 21 જુલાઈ સાંજના ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે રિમાન્ડની જાણ લાંગાના વકીલે એસ.કે લાંગાને કરતા એસ.કે લાંગા ત્યાંજ ઢીલા પડી ગયા હતા. જ્યારે કોર્ટમાં ગાંધીનગર પૂર્વ કલેકટર એસ.કે લાંગા ઇસ્ત્રી ટાઈટ કપડામાં જોવા મળ્યા હતા.

આ મુદ્દા પર રિમાન્ડ માંગવામાં આવ્યા :પૂર્વ કલેકટર એસ.કે. લાંગાના રિમાન્ડની ફરીથી માંગ ગાંધીનગર પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં કરવામાં આવી હતી. ગાંધીનગર પોલીસે વધુ સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેમાં એસ.કે.લાંગાની ધરપકડ સમયે ગાડીમાંથી એક મોબાઇલ મળી આવ્યો હતો. આ મોબાઇલમાં અનેક હિસાબો લખેલા હતા. ત્યારે અમુક કોડવર્ડમાં પણ માહિતીઓ સામે આવી છે. આ ઉપરાંત 5 જેટલા વહીવટદારોના નામ સામે આવ્યા છે. આ તમામ મુદ્દે તપાસ કરવા માટે વધુ સમયની જરૂર છે. જેથી 7 દિવસના વધુ રિમાન્ડની માંગ ગાંધીનગર પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત માઉન્ટ આબુમાં જે જગ્યાએ એસ.કે લાંગા રોકાયા હતા તે ઘરની તપાસ ઉપરાંત ત્યાંથી બે સુટકેશ મળી છે. જે હજુ સુધી લોક છે અને ખોલીને તપાસ કરવાની બાકી છે. આ તમામ મુદ્દે ફરીથી રિમાન્ડની માંગ પોલીસ દ્વારા કોર્ટમાં કરવામાં આવી હતી.

RAC અને ચિતનીશ તપાસ શરૂ :ગાંધીનગર કોર્ટમાં ડીવાયએસપી અમી પટેલે એસ.કે લાંગાની સાથેના કર્મચારીઓ અને ચીટનીશ અધિકારીઓને સાથી રાખીને પણ તપાસ કરવાની જરૂરી છે. આ તમામ લોકોની હાલમાં પ્રાથમિક તબક્કે પૂછપરછ કરાઈ હોવાનું પણ નિવેદન સામે આપ્યું હતું. આ ઉપરાંત બે હજાર ડોલર પણ લાંગા પાસેથી પ્રાપ્ત થયા છે. જેની પણ તપાસ કરવાની બાકી છે. આમ એસ.કે.લાંગા સાથે જેટલા પણ કર્મચારીઓએ કામ કરેલા છે તે તમામ લોકોની પણ તપાસ કરવામાં આવશે.

રિમાન્ડ ન આપવાની માંગ :એસ.કે.લાંગાના રિમાન્ડ પ્રાપ્ત ન થાય તે માટે લાંગાના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી. જેમાં લાંગાને વધુ રિમાન્ડ આપવામાં ન આવે કારણ કે અસીલની ઉંમર વધુ હોવાને કારણે બીજી વખત રિમાન્ડ ન આપવાની રજુઆત ગાંધીનગર કોર્ટમાં કરવામાં આવી હતી.

રિમાન્ડ બાદ તપાસ અધિકારીએ શું કહ્યું? :રિમાન્ડ આપ્યા બાદ તપાસ અધિકારી ડીવાયએસપી અમી પટેલે નિવેદન આપ્યું હતું કે, ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે.લાંગાની કોર્ટમાં રી-રીમાન્ડ એપ્લિકેશન કરવામાં આવી હતી. પહેલા પાંચ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા, તેમાં તમામ મુદ્દાની તપાસ કર્યા બાદ જે તથ્યો ઊભા થયા છે તે સત્યને આધારે વધુ સાત દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેમાં નામદાર કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને પોલીસે પાંચ દિવસમાં તમામ મુદ્દાઓ આવરી લેવાની તમામ કોશિશ કરી હોવાનું કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે.

  1. Gandhinagar News : પૂર્વ કલેકટર એસ કે લાંગાની 300 એકર જમીન, જૂનાગઢ અમદાવાદમાં બંગલાઓ, બોગસ ખેડૂત હોવાનું પણ ખુલ્યું
  2. Gandhinagar News : ગાંધીનગર પૂર્વ કલેકટરની ધરપકડ, જમીન કૌભાંડ અને ભ્રષ્ટાચાર કેસમાં આબુથી પકડાયા એસ કે લાંગા

ABOUT THE AUTHOR

...view details