ગાંધીનગર : પીએમજેએવાય યોજનામાં સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને અપાતી ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેને લઇને અમુક ખાનગી હોસ્પિટલોના ડાયાલિસિસ સેન્ટરમાં હવે પીએમજેએવાય હેઠળની ડાયાલિસિસ યોજના બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. એવામાં ડાયાલિસીસ કરાવતા રાજ્યના એક પણ દર્દીને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા સરકારે કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ દ્વારા આ વિશે સત્તાવાર માહિતી આપવામાં આવી હતી.
એમ્પેન્લ્ડ હોસ્પિટલ માટે સહાય :જેમાં જણાવાયું છે કે નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)ની માર્ગદર્શિકા પ્રમાણે PMJAY અંતર્ગત દેશના અન્ય રાજ્યોમાં ડાયાલિસીસની સેવાઓ માટે અપાતી રકમ સરેરાશ 1500 રુપિયા છે. જ્યારે ગુજરાત સરકારે પીએમજેએવાય PMJAY એમ્પેન્લ્ડ હોસ્પિટલ માટે 1650 રુપિયા તેમજ 300 રૂપિયા આવવા-જવાનું ભાડું એમ કુલ રુપિયા 1950 નક્કી કરવામાં આવ્યાં છે.
રાજ્યમાં 272 નિ:શુલ્ક ડાયાલિસીસ કેન્દ્રો : સરકાર દ્વા્રા દર્દીઓને આશ્વાસન આપવામાં આવ્યું છે કે દર્દીઓને ગુણવત્તાયુક્ત ડાયાલિસીસની સેવા મળી રહે તે માટે રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન હાથ ધર્યુ છે. "એ-વન ડાયાલિસીસ" કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં 272 નિ:શુલ્ક ડાયાલિસીસ કેન્દ્રો ઉપરાંત રાજ્યની સિવિલ હોસ્પિટલ્સમાં પણ નિ:શુલ્ક ડાયાલિસિસ કેન્દ્રો કાર્યરત છે. આ 272 કેન્દ્રો પર પ્રતિ માસ સરેરાશ 1 લાખ ડાયાલિસીસ થાય છે.
પીએમજેએવાય હેલ્પલાઇન : ડાયાલિસીસને લગતી સારવાર અને ડાયાલિસીસ સંલગ્ન ફરિયાદ અને માહિતી માટે પીએમજેએવાય PMJAYની 1800 233 1022 / 9059191905 હેલ્પલાઇન સેવા કાર્યરત છે તેનો ઉપયોગ કરવા જણાવાયું છે. રાજ્યમાં ડાયાલિસીસની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે મીડિયાના મિત્રોને સંબોધતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે સરકારનો પક્ષ રજૂ કર્યો હતો.
PMJAY અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ માટે રાજ્ય સરકારે 1650 રુપિયા તેમજ 300 રૂપિયા આવવા-જવાનું ભાડું એમ કુલ રુપિયા 1950 નક્કી કરવામાં આવ્યાં છે. જ્યારે નેશનલ હેલ્થ ઓથોરિટી પ્રમાણે દેશના અન્ય રાજ્યોમાં પીએમજેએવાય અંતર્ગત એમ્પેન્લડ હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે અપાતી રકમ સરેરાશ રુપિયા 1500 છે...મનોજ અગ્રવાલ(આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ)
હેલ્પલાઇન સેવા શરૂ કરી : વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં કોઇપણ દર્દીને આયુષ્માન યોજના અતંર્ગત ડાયાલિસીસ કરાવવામાં અગવડ પડે તો તેની ફરિયાદ અને જરુરી માહિતી માટે રાજ્ય સરકારે 1800 233 1022 /9059191905 હેલ્પલાઇન સેવા શરૂ કરી છે. ડાયાલિસીસ કરાવતા રાજ્યના એક પણ દર્દીને હાલાકી ભોગવવી પડે નહીં તેવું સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે કર્યું છે. એ-વન ડાયાલિલીસ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારે તાલુકા સ્તર સુધી કુલ 272 જેટલા નિ:શુલ્ક ડાયાલિસીસ કેન્દ્રો કાર્યરત કર્યા છે. વધુમાં રાજ્યની સિવિલ હોસ્પિટલ્સમાં પણ નિ:શુલ્ક ડાયલિસીસની સેવા આપવામાં આવી રહી છે. રાજ્યમાં સરેરાશ પ્રતિમાસ 1લાખ જેટલા ડાયાલિસીસ આ કેન્દ્રો પર કરવામાં આવી રહ્યાં છે. પીએમજેએવાય એમ્પેન્લ્ડ હોસ્પિટલમા ડાયાલિસીસના પ્રવર્તમાન દર દેશના અન્ય રાજ્યોમાં આપવામાં આવતા સરેરાશ દર કરતા પણ વધારે છે.
ખાનગી સેન્ટરોમાં ડાયાલિસીસ બંધ : ઉલ્લેખનીય છે કે ખાનગી હોસ્પિટલોના આશરે એક કરોડ જેટલા ડાયાલિસીસ સેન્ટરમાં ગુજરાત નેફ્રોલોજી એસોસિએેશન દ્વારા તારીખ 14 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં PMJAY ડાયાલિસિસ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
- PMJAY Card : PMJAY કાર્ડમાં 150 ઘટાડો થયો તો 200 થી વધુ ખાનગી ડાયાલીસીસ સેન્ટર દ્વારા હડતાળ શરૂ
- Vadodara News : રજાઓના દિવસોમાં પણ એસએસજી હોસ્પિટલ ડાયાલિસીસ વિભાગ ખુલ્લો રાખશે, અન્ય કયા સેન્ટરો ચાલુ રહેશે જૂઓ
- One Gujarat One Dialysis Program: રાજ્યમાં હવે કોઈ પણ જગ્યાએ કરાવી શકાશે ડાયાલિસીસ, જાણો યોજના વિશે