કામગીરી નબળી હોવાનું પ્રાથમિક તારણ ગાંધીનગર : અમદાવાદના હાટકેશ્વર બ્રિજનું ખરાબ કામકાજ અને લઈને ગણતરીના વર્ષોમાં જ હાટકેશ્વર બ્રિજ તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મોરબી ઘટના બાદ રાજ્ય સરકારે તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન કરાવ્યું હતું અને જેમાં 24 જેટલા બ્રિજ ગુણવત્તાયુક્ત નહીં હોવાનું સામે આવ્યું હતું.
પ્રાંત કચેરી તોડી પાડવાનું શરુ: ત્યારે ફરી એક આવી ઘટના ગાંધીનગર કલેકટર કચેરીની બાજુમાં બનનારી પ્રાંત કચેરીની સામે આવી છે. જેમાં હજુ બિલ્ડીંગનું કામકાજ શરૂ જ થયું છે. ત્યારે તેને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાંત કચેરીની કામગીરી નબળી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું હતું. ગાંધીનગર કલેકટર ઓફિસની બાજુમાં નવનિર્માણ પામી રહેલ પ્રાંત કચેરી છેલ્લા કેટલાય મહિનાઓથી બનાવવામાં આવી રહી છે.
ક્વોલિટી ચેકિંગમાં નેગેટિવ પરિણામ: સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાંત કચેરીનું જે બેઝમેન્ટ તૈયાયર કરવામાં આવ્યું હતું. એમાં બુલડોઝર ઉતારવામાં આવ્યું હતું. જે એક પિલર જોડે અથડાતા પિલરને નુકશાન થયું હતું ત્યારે કોલેટી ચેક કરવામાં આવી હતી અને ક્વોલિટી ચેકિંગમાં નેગેટિવ પરિણામ આવ્યું છે. જ્યારે જે રીતની ડિઝાઇન હતી તે ડિઝાઇન પ્રમાણે પણ બિલ્ડીંગ બનતી ન હોવાના કારણે થોડા સમય માટે આ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કામ સ્ટોપ કરી દેવામાં આવ્યું હતું અને હવે અચાનક જ છેલ્લા દસ દિવસથી આ બિલ્ડીંગને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જોકે ગાંધીનગરના રાજ્ય પાટનગર યોજના વિભાગમાંથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ બિલ્ડીંગનું તોડવાનું કામકાજ પૂરજોશે ચાલી રહ્યું છે.
કરોડો રૂપિયાનું નુકશાન : રાજ્ય સરકાર દ્વારા જાહેર જનતાઓ પાસેથી અનેક પ્રકારના ટેક્સ લેવામાં આવે છે અને તે ટેક્સનો ઉપયોગ વિકાસના કામમાં કરાતો હોવાનો રાજ્ય સરકાર દાવો કરે છે. ત્યારે પ્રાંત કચેરી કે જે હાલમાં બેઝમેન્ટ અને પ્રથમ માળનૈ પિલરો આરસીસીના તૈયાર કરવામાં આવ્યાં હતાં તેમાં પણ લાખો રૂપિયાનો ખર્ચો કરાયો છે. ત્યારે આ તમામ ખર્ચો હાલમાં પાણીમાં ગયો હોવાનું પણ સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે.
વ્યવહારુ ચકાસણીની સાવચેતી: સરકારે હવે બ્રિજ પર વજનીયા મુકવાના શરૂ કર્યા ગુજરાતમાં હાટકેશ્વર બ્રિજ અને મોરબી બ્રિજની ઘટના બાદ રાજ્ય સરકાર સાવચેતી દર્શાવી રહી છે. હવે બ્રિજ સલામત છે કે નહીં તેની મજબૂતાઈ અને કામગીરી બાબતે રાજ્ય સરકાર દ્વારા નવનિર્મિત બ્રિજ કે જ્યારે તેનું લોકાર્પણ થવાનું હોય તેના અમુક દિવસો પહેલા પાંચથી છ દિવસ માટે 10-10 ટન માલ ભરેલા ડમ્પર અને ટ્રક 25થી 20ની સંખ્યામાં ઉભા રાખવામાં આવે છે અને બ્રિજ ટકાઉ છે કે નહીં તેનું નિરીક્ષણ કરવામાં આવે છે. ત્યારબાદ જ તેનું લોકાર્પણ કરવામાં આવે છે ત્યારે હવે બિલ્ડિંગ ટકાઉ છે કે નહીં તે બાબતે રાજ્ય સરકાર આવો કોઈ નિર્ણય કરી શકે છે.
- Lilavati hospital : ગિફ્ટ સિટીનું આકર્ષણ વધારવા માટે 13 માળની હાઈટેક ગ્લોબલ હોસ્પિટલનું નિર્માણ
- Ahmedabad News : અમિત શાહે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં અધુરા રહેલા વિકાસના કામોની સમીક્ષા કરી
- Biparjoy Cyclone affect: બિપોરજોય વાવાઝોડાના અસરગ્રસ્તો માટે સરકારે સહાયની જાહેરાત કરી, જાણો કોને કેટલી રકમ ચૂકવાશે?