ગુજરાત

gujarat

ETV Bharat / state

Gandhinagar News : રાજ્યમાં કમોસમી વરસાદનો સર્વે, કેટલા હેકટર જમીનમાં નુકશાન થયું જાણો - કમોસમી વરસાદનો સર્વે

ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે મોટાભાગના જિલ્લામાં ખેતીને નુકસાનના સમાચારો જોવા મળે છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા કૃષિ પેકેજ જાહેર કરતાં પહેલાં કરવાના ખેતી નુકસાની સર્વે કરાવી રહી છે. જેમાં એક માંડ પૂરો થાય ત્યાં બીજો કરાવવાની નોબત આવી છે. કમોસમી વરસાદ,ખેતી નુકસાની સર્વે નિયમ અને સરકારની ગતિવિધિ વિશે વધુ જાણો.

Gandhinagar News : હાલના કમોસમી વરસાદનો સર્વે કાર્યરત, માર્ચના કમોસમી વરસાદમાં કેટલા હેકટર જમીનમાં નુકશાન થયું જાણો
Gandhinagar News : હાલના કમોસમી વરસાદનો સર્વે કાર્યરત, માર્ચના કમોસમી વરસાદમાં કેટલા હેકટર જમીનમાં નુકશાન થયું જાણો

By

Published : May 4, 2023, 9:19 PM IST

Updated : May 4, 2023, 9:37 PM IST

માર્ચમાં 15 જિલ્લામાં કુલ 1, 99,991 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળી બાદ 10થી વધુ વખત કમોસમી વરસાદના ઝાપટા નોંધાયા છે. ત્યારે કૃષિ વિભાગને કમોસમી વરસાદમાં સ્ટેન્ડિંગ સૂચના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ દ્વારા આપવામાં આવી છે કે જ્યારે જ્યારે કમોસમી વરસાદ આવે ત્યારે તાત્કાલિક ધોરણે સર્વે કરવો. જેમાં હજુ તો એક સર્વે માંડ પૂરો થયો છે ત્યાં ફરી સરકાર દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

વરસાદના કારણે નુકશાન: માર્ચ માસમાં રાજ્યના 30 જિલ્લાના 198 તાલુકામાં 1 મિલીલીટરથી 47 મિલીલીટર સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાં 10 જિલ્લાના 34 તાલુકામાં 10 મિલીલીટરથી વધુ વરસાદ નોંધાયો હતો. માર્ચ માસમાં ગુજરાતમાં વરસાદના કારણે નુકશાન પણ થયું છે. ગુજરાતમાં માર્ચ મહિનામાં પણ 15 જિલ્લાના 64 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 2,785 જેટલા ગામને વિસ્તારમાં પાક નુકસાની થયો હતો અને રાજ્ય સરકારે સર્વે પણ કરાવ્યો હતો.

આ પણ વાંચો

  1. Crop Damage Survey : કમોસમી વરસાદના નુકસાનનો સર્વે પૂર્ણ, 15 જિલ્લામાં પાક નુકસાની સર્વે અને સહાય વિશે જાણો
  2. Unseasonal rain : જૂનાગઢમાં કમોસમી વરસાદથી ખેતીના પાકોને નુકસાન, સરકાર સર્વેની જાહેર ન કરતા ખેડૂતો મુંઝવણમાં
  3. Damage Crop Survey : પાક સર્વે માટે રાજ્ય સરકારના આદેશ, જિલ્લા કૃષિ અધિકારીઓ આપશે અહેવાલ

33 ટકાથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર : જે અંતર્ગત 42,210 હેક્ટર જેટલો વિસ્તાર 33 ટકાથી વધુ અસરગ્રસ્ત થયો હતો અને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેની વિગતો પણ મંગાવવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકારે 5 એપ્રિલના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં પણ કોમર્સની વરસાદની ખેતીના પાકમાં થયેલ નુકસાન બાબતની કામગીરી બાબતે ચર્ચા કરી હતી. જેમાં 15 જિલ્લામાં કુલ 1, 99,991 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો હોવાના અહેવાલો કેબિનેટ બેઠકમાં પ્રાપ્ત થયા હતાં. ત્યારે ફરી એપ્રિલમાં આવેલ વરસાદના કારણે સરકારે ફરી સર્વે શરૂ કર્યો છે. જ્યારે 16,830 હેકટર વિસ્તારમાં બાગાયતી પાકને નુકશાન થયું છે.

કમોસમી વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓ :કમોસમી વરસાદથી અસર પામેલા જિલ્લાઓમાં 15 જિલ્લાઓ શામેલ છે. જેમાં જૂનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, બનાસકાંઠા, સુરત, બોટાદ, જામનગર, ભાવનગર, અરવલ્લી અને ભરૂચ જિલ્લો છે. આ

જાન્યુઆરી માસમાં પડેલ વરસાદમાં રિપોર્ટ નિલ :ગુજરાતમાં શિયાળામાં કમોસમી વરસાદ નોંધાયો હતો જેમાં રાજ્ય સરકારે સર્વે પણ કર્યો હતો. જે બાબતે રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે 8 ફેબ્રુઆરીના રોજ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 14 જિલ્લામાં કમોસમી વરસાદ હતો અને તાત્કાલિક ધોરણે સર્વે કરાવ્યો હતો. જે સર્વેમાં કોઈ પણ પ્રકારના નુકશાનીનો અહેવાલ પ્રાપ્ત થયો નથી અને સરકારને રિપોર્ટ નિલ પ્રાપ્ત થયો હતી.

કેવી રીતે નુકશાની માટેના નિયમો છે : ગુજરાતમાં ખેતી નુકસાનીની વાત કરવામાં આવે તો કમોસમી વરસાદ કે જે ચોમાસાની સિઝન દરમિયાન નહીં પરંતુ ઉનાળા અને શિયાળામાં વરસાદના માવઠા થાય. આ માવઠામાં જે તે જિલ્લા અને તાલુકામાં 25 એમએમ કરતાં વધુ વરસાદ નોંધાય તો જ નુકસાનીની સહાય માટે જે તે જિલ્લો શરતો આધીન આવે છે. પણ થોડા દિવસ પહેલા જે કમોસમી વરસાદના ઝાપટા નોંધાયા હતાં તેમાં એક જ જિલ્લા અને તાલુકામાં 25 એમએમથી વધુ વરસાદ નોંધાયો નથી.

પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પાક વીમા યોજના બંધ કરી : ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂતોને વાવાઝોડા કમોસમી વરસાદમાં પાક વીમા યોજના ચાલતી હતી. જેમાં વીમા કંપનીઓ ખેડૂતોને પાક નુકસાનીની સહાય ચૂકવતી હતી. પરંતુ વિજય રૂપાણીના સમયગાળા દરમિયાન પાક વીમા યોજનાનું પ્રીમિયમ ખૂબ જ ઊંચું આવતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પાક વીમા યોજના બંધ કરી હતી. તેની જગ્યાએ એસડીઆરએફના ધોરણ નિયમ અનુસાર મુખ્યમંત્રી પાક સહાય યોજના શરૂ કરી હતી.

કૃષિ સહાય પેકેજો :મુખ્યમંત્રી પાક સહાય યોજના અન્વયે ગુજરાત સરકારે વર્ષ 2021માં તૌઉતે વાવાઝોડામાં 500 કરોડની વાવાઝોડા કૃષિ સહાય પેકેજ અને કેન્દ્ર સરકારે 1000 કરોડની સહાયની જાહેરાત કરી હતી. જ્યારે વર્ષ 2022માં ખરીફ સીઝનમાં થયેલા ભારે વરસાદના કારણે રાજ્ય સરકારે 630 કરોડ સહાય પેકેજ જાહેર કર્યું હતું. વર્ષ 2022માં 9.12 લાખ હેકટર વિસ્તારમાં નુકશાની અહેવાલ પ્રાપ્ત થયો હતો. જ્યારે સપ્ટેમ્બર 2021માં થયેલ અતિવૃષ્ટિ બાદ સરકારે 546 કરોડની સહાય જાહેર કરી હતી. આ સહાયમાં 4 જિલ્લા જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં હેકટર દીઠ 13,000ની સહાય આપવામાં આવી હતી.

ફરી પાક સહાય યોજના શરૂ કરશે : ગુજરાતમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર અને પણ મુખ્યમંત્રી કિસાન નિધિ સહાય યોજનામાંથી રાજ્ય સરકાર ખેડૂતોને સહાય આપે છે. ત્યારે જે રીતે છેલ્લા કેટલાય વર્ષોથી સતત વરસાદ પડી રહ્યો છે તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારની તિજોરી ઉપર પણ ભારે અસર પડી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ફરી પાક સહાય યોજના લાગુ કરવાની ચર્ચાઓએ પણ વેગ પકડ્યો છે. ઉપરાંત ભૂતકાળની વાત કરવામાં આવે તો ખાનગી કંપનીઓએ અગાઉના પાક વીમા યોજનાના 300 કરોડ કરતાં વધુના દાવા હજુ ચૂકવવાના બાકી છે તો સરકારે પણ હજુ 800 કરોડ જેટલું પ્રીમિયમ કંપનીઓને ચૂકવ્યુંન હોવાની વિગતો પણ સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે.

વરસાદી પેટર્ન પર સરકારનું ચિંતન : ગુજરાતમાં દર વર્ષે વરસાદમાં વધઘટ અને અનિયમિતતા સામે આવી રહી છે. છેલ્લા કેટલાય સમયથી કમોસમી વરસાદ પણ નોંધાયો છે. વર્ષો પહેલા ગુજરાતમાં એક જ સિસ્ટમથી અને એક જ રીતે વરસાદ નોંધાતો હતો, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ઉનાળામાં અને શિયાળામાં પણ વરસાદી ચાપટાઓ પડે છે. જ્યારે ચોમાસાની સિઝનમાં વરસાદ મોડો પડી રહ્યો છે. જેથી ખેડૂતોને ખેતીમાં માટી અસર જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતના કૃષિ નિષ્ણાતોએ પણ ચિંતા વ્યક્ત કરી છે. રાજ્ય સરકાર અને કૃષિના નિષ્ણાતોની વચ્ચે વરસાદની પેટન પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. વરસાદની અનિયમિતતાના કારણે ખેડૂતોને કઈ રીતે માઠી અસર પડી રહી છે તેનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને આ એક સતત ચાલતી પ્રક્રિયા છે ત્યારે ખાસ રિપોર્ટ તૈયાર કર્યા બાદ રાજ્ય સરકાર ખેડૂતલક્ષી મહત્વના નિર્ણયો કરશે.

Last Updated : May 4, 2023, 9:37 PM IST

ABOUT THE AUTHOR

...view details