ગુજરાત

gujarat

ETV Bharat / state

Gandhinagar News : સહકારી મંડળીના આગેવાનોએ કેસરિયો ધારણ કર્યો, છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસને ફટકો - ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાં

છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના સહકારી આગેવાનો ગાંધીનગરમાં કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાં છે. ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણી 2024ની રાજકીય કવાયતના ભાગરુપે આ ઘટનાને મૂલવવામાં આવી રહી છે. બોડેલી તાલુકાના સહકારી નેતા મુચકંદભાઈ ભગત પોતાના 250 જેટલા સ્થાનિક કાર્યકરો સાથે ભાજપમાં જોડાતાં રાજકીય માહોલ ગરમાયો હતો.

Gandhinagar News : સહકારી મંડળીના આગેવાનોએ કેસરિયો ધારણ કર્યો, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસને ફટકો
Gandhinagar News : સહકારી મંડળીના આગેવાનોએ કેસરિયો ધારણ કર્યો, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસને ફટકો

By

Published : Apr 24, 2023, 4:34 PM IST

લોકસભા ચૂંટણી 2024ની રાજકીય કવાયત

ગાંધીનગર : તાજેતરમાં વડોદરા જિલ્લાના સહકારી આગેવાનો જે વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં હતાં તેવા રાજકીય આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં. જેને પગલે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. ત્યારબાદ હવે છોટા ઉદેપુર જિલ્લાના સહકારી મંડળીના આગેવાનોએ કેસરિયો ધારણ કરતા ફરી એક વાર ભારતીય જનતા પાર્ટીનું કદ વધી ગયું છે.

રાજકીય ભૂકંપ : આગામી લોકસભા ચૂંટણી 2024માં આવી રહી છે. આવી રહી છે ત્યારે ભાજપ સહિત તમામ પાર્ટીઓ બેઠકો પર કબજો મેળવવા તનતોડ મહેનત કરી રહી છે..જેને પગલે હાલ લોકસભાની ચૂંટણીઓ પહેલા છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સહકારી નેતા મુચકંદભાઈ ભગત પોતાના 250 જેટલા સ્થાનિક કાર્યકરો સાથે ભાજપમા જોડાતા ફરી એક વાર રાજકીય ભૂકંપ સર્જાયો છે.

આ પણ વાંચો Surat AAP: આપ કા ક્યા હોગા? કુલ 26માંથી 10 કોર્પોરેટરે ભાજપમાં જોડાઈ ગયા

કેસરિયો ખેસ અને ટોપી પહેરાવી સ્વાગત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રલક્ષી વિચારધારાથી પ્રેરાઈને આ તમામ આગેવાનોએ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના નેતૃત્વમાં મહામંત્રી રજની પટેલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. આ સાથે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જ્વલંત વિજય માટે કાર્યરત થવા પણ આહવાન કર્યું હતું. વધુમાં ચિરાગ ભગત(જલા ભાઈ), દિવ્યેશ પટેલ, નારણ રાઠવા (કાતવા), ધર્મેન્દ્રસિંહ રાઠોડ અને એપીએમસી બોડેલી સહિતના સહકારી ક્ષેત્રે કાર્યરત એવા અગ્રણી નેતાઓ પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. જેમનું ભારતીય જનતા પાર્ટી દ્વારા કેસરિયો ખેસ અને ટોપી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં કેસરિયો લહેરાવવાની આશા : આ પ્રસંગે ભાજપ પ્રદેશના આગેવાનોએ ઉપસ્થિત રહ્યાં હતાં. બોડેલી તાલુકાના અગ્રણીઓ છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં કેસરિયો લહેરાય અને પક્ષના કાર્ય તેમજ આદેશો અનુસાર આગામી દિવસોમાં પાર્ટી વતી કાર્ય કરે તેવી આશા વ્યક્ત કરીએ છીએ.

આ પણ વાંચો Gandhinagar News : વડોદરા જિલ્લાના સહકારી આગેવાનોએ ભાજપ સાથે 'હાથ' મિલાવી લીધો

આવનારી ચુંટણી લોઢાના ચણા ચાવવા જેવી : હાલ તમામ રાજકીય પક્ષો દ્વારા લોકસભાની ચૂંટણી 2024 માટે પૂર્વતૈયારીના ભાગરૂપે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે એક તરફ કોંગ્રેસના આગેવાનોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ભગવો ધારણ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ભાજપ પણ પોતાનું કદ વધારવામાં એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આવનાર લોકસભાની ચૂંટણીમાં ભાજપનો કેસરિયો લહેરાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી, પણ એ ચોક્કસ કહી શકાય કે કોંગ્રેસ માટે આવનારી ચુંટણી લોઢાના ચણા ચાવવા જેવી છે. જો કે હાલ તો ભાજપમાં એન્ટ્રી કરીને બોડેલી જિલ્લાના સહકારી આગેવાનો ભાજપ પ્રત્યે પોતાની ફરજ બજાવવા કટિબદ્ધ બન્યા છે અને પાર્ટીના આદેશ અનુસાર કામ કરવાની પણ પહેલ બતાવી છે.

ABOUT THE AUTHOR

...view details