ગાંધીનગર : લોકસભાની ચૂંટણી વર્ષ 2024માં એપ્રિલ અને મે માસમાં યોજાશે. તે પહેલા વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ડિસેમ્બર 2023માં મિઝોરમમાં ત્યારબાદ જાન્યુઆરી 2024 માં છત્તીસગઢ, મધ્યપ્રદેશ,રાજસ્થાન, તેલંગણા, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઓડીસા જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપે આ બંને ચૂંટણીઓને ધ્યાનમાં રાખી સંગઠનલક્ષી કેટલાક ફેરફાર કર્યાં છે. ભા-જપ મોવડીમડળે 7 જુલાઈએ રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને તેલંગાનાના પ્રભારી અને સહપ્રભારીની નિયુક્તિ કરી છે. જેમાં ગુજરાતમાં કાકાના હુલામણાં નામે જાણીતા એવા નીતિન પટેલ અને કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયા એમ બે ચહેરાની પસંદગી દેખાઇ છે. જેમાં નીતિન પટેલને રાજસ્થાનની અને મનસુખ માંડવીયાને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને જવાબદારી સોંપાઈ છે.
રાજસ્થાનમાં આગળ વધીશું, સરકાર બનાવીશું :કેન્દ્રીય ભાજપ મોવડીમંડળ દ્વારા 7 જુલાઈના રોજ રાજસ્થાનના વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની રાજસ્થાન સહપ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે આખી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં નીતિન પટેલને મહત્વની જવાબદારી સોંપાઈ છે. જે અંતર્ગત નીતિન પટેલે ETV BHARAT સાથે પોતાની પ્રતિક્રિયા શેર કરી હતી.
દેશમાં આવનારા સમયમાં જુદા જુદા રાજ્યની ચૂંટણી આવી રહી છે. ત્યારે મને રાજસ્થાન વિધાનસભાના નિયુક્તિ કરવામાં આવી છે. જેથી રાજસ્થાનમાં તમામ નેતાઓ સાથે વિશ્લેષણ કર્યા બાદ જ રાજસ્થાનની સ્થિતિ વિશે વધારે કહી શકું. પરંતુ વર્ષ 2024માં રાજસ્થાનમાં ભાજપની સરકાર હશે.પાડોશી રાજ્ય રાજસ્થાન સાથે ખૂબ સારો સંબંધ છે. વેપાર પરિવાર સાથે રાજસ્થાન અને ગુજરાત જોડાયેલા છે. 2024 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થશે અને ભાજપની સરકાર રાજસ્થાનમાં બનશે...નીતિન પટેલ(રાજસ્થાન સહપ્રભારી)
સચીન પાયલોટ નવો પક્ષ બનાવશે? : રાજસ્થાનના સહપ્રભારી તરીકે નિયુક્ત થયેલા નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ ઉપરાંત હાલમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોત અને સચીન પાયલોટ વચ્ચે ઘર્ષણ ચાલુ છે. રાજસ્થાન કોંગ્રેસમાં બે પક્ષ અત્યારે કાર્યરત છે અને તેઓ વિભાજિત થયા છે. સચીન પાયલોટ ચૂંટણી પહેલા પક્ષ છોડે અથવા તો નવો પક્ષ બનાવે તેવી શક્યતાઓ નીતિન પટેલે શક્યતા વ્યક્ત કરી હતી. જ્યારે રાજસ્થાનની ચૂંટણીમાં કોમન સિવિલ કોડ, રામ મંદિર સહિતના મુદ્દાઓને લઈને રાજસ્થાનના લોકો વચ્ચે ભાજપ પક્ષ જશે. આ ઉપરાંત લોકસભામાં પણ રાજસ્થાનમાંથી 25 બેઠક ઉપર જીત મેળવવાની વાત પણ નીતિન પટેલે કરી હતી.