ગાંધીનગર:ગુજરાત વિધાનસભા ગૃહમાં લોકસભાના અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલાના અધ્યક્ષ સ્થાને સંદિયા કાર્યશાળાનું 2 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના તમામ પક્ષના ધારાસભ્યો અને સંસદ સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 11 કલાકે લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલાએ કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યુ ત્યારે 60 થી વધુ ધારાસભ્યો ગેર હાજર રહ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા.
ઇતિહાસ રચવાની કરી વાત:રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સંસદિય કાર્યશાળાનું ઉદઘાટન સમારોહમાં સ્પીચ આપતા જણાવ્યું હતું કે લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલાને પ્રજાકીય સંગઠનની તાકાતની આઝાદી અપાવનારા એવા ગાંધીજી અને સરદારના ગુજરાતમાં સ્વાગત છે. વિકાસની રાજનીતિ સોંનો સાથ અને વિકાસ અને પ્રયાસથી આ ગૃહમાં આરંભ કર્યો છે.આજથી શરૂ થયેલ શિબિરમાં નવ શિખર સર થશે.
આ પણ વાંચો Gandhinagar News : CMની સૂચનાનું પાલન કરતી GMC, તમામ ઓફિસમાં વીજ બચાવો સર્ક્યુલર કરાયો જાહેર
પ્રણાલી આપવામાં આવશે:15 મી વિધાનસભા સંસદીય લોકસભાની પ્રણાલી આપવામાં આવશે, જેથી લોકોના પ્રશ્નો ગૃહમાં યોગ્ય રીતે રજૂ કરી શકશે, આ તાલીમનો લાભ ગૃહમાં આગામી દિવસોમાં સભ્યોમાં જોવા મળશે. વડાપ્રધાન મોદીના નેજા હેઠળ દેશ અમૃત કાળમાંથી હવે શતાબ્દી તરફ આગળ વધી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની કાર્ય શાળામાં 10 વિષય પર ચર્ચા થશે. 2 દિવસ તેનો લાભ તમામ સભ્યોએ લેવાની વાત સીએમ ભુપેન્દ્ર પટેલે કરી હતી. જ્યારે ગુજરાત વિધાનસભામાં લીધેલા તમામ નિર્ણય માં ભાગ લેવાની જવાબદારી તમામ સભ્યની હોય છે અને આ નિણર્ય ભવિષ્ય માં ઇતિહાસ બને છે અને જ્યારે આ નિણર્ય ની વાત આવશે તો ત્યારે તે સભ્યની હાજરીની વાત થશે.
આ પણ વાંચો MLAને આનંદઃ સભ્યોના નિવાસ સ્થાનનો નક્શો તૈયાર, એક ફ્લોર પર 2 જ ફ્લેટ
શુ કહ્યું હાર્દિક પટેલે ?રાજ્યના ડીઓણકારી નેતા અને ભાજપ ના ધારાસભ્ય હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે આ સંસદિય કાર્યશાળામાં નવા ધારાસભ્યો કે જે પ્રથમ વખત ચૂંટાઈને આવ્યા છે તેઓને ફાયદો થશે, સંસદીય કાર્ય પ્રણાલી થી વાકેફ થશે. સંસદીય કાર્યશાળા ના માધ્યમથી કાયદાની સમજ મળશે, અને તે જરૂરી પણ છે, આ માધ્યમ થકી લોકશાહી ની પદ્ધતિ પણ જાણવા મળશે.
નવા ધારાસભ્યો માટે ખૂબ જરૂરી:જ્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, આ સંસદીય કાર્યશાળાનું આયોજન અમારા જેવા નવા ધારાસભ્યો માટે મહત્વનું છે, જે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે અને પહેલી વખત ગૃહમાં આવી રાહ્યા છે. નવા ધારાસભ્યોને કાયદાની તેમજ લોકશાહીની જાણકારી મળશે, ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની 15 મી લોકસભામાં 80 જેટલા નવા ધારાસભ્યો પ્રથમ વખત નિયુક્ત થયા છે, જેમાં 8 મહિલા ધારાસભ્યો પ્રથમ વખત ચૂંટણીમાં વિજયી બન્યા છે.
60 થી વધુ ધારાસભ્યો ગેરહાજર:લોકસભાના સ્પીકર ઓમ બીદલા પ્રકાશની અધ્યક્ષતા સંસદીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. 11 કલાકે પ્રકાશે સંસદીય કાર્ય અને ઉદ્ઘાટન કર્યું હતું જેમાં 60 થી વધુ ધારાસભ્ય ગેરહાજર જોવા મળ્યા હતા. વિધાનસભા ગૃહની અનેક બેઠકો ખાલી જોવા મળી હતી. જ્યારે કોંગ્રેસ ના 17 ધારાસભ્યો પૈકી અમિત ચાવડા, શૈલેષ પરમાર, સી.જે.ચાવડા, ગેનીબેન ઠાકોર અર્જુન મોઢવાડીયા સહિત કુલ 7 જેટલા ધારાસભ્યો હાજર રહ્યા હતાં જ્યારે આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો હાજર રહ્યા હતા. અને કુલ 182 માંથી 60 થી વધુ ધારાસભ્યો ગેરહાજર જોવા મળ્યા હતા.